મોંઘવારી મારી નાખશે!:અમૂલે 6 મહિનામાં બીજીવાર દૂધના ભાવમાં લિટરદીઠ રૂ.2નો વધારો કર્યો, નવો ભાવવધારો આવતીકાલથી લાગુ

અમદાવાદએક મહિનો પહેલા

કોરોનાને કારણે વેપાર-ધંધાની મંદી વચ્ચે પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો સહન કરી રહેલી પ્રજાને હવે દૂધનો ભાવવધારો સહન કરવો પડશે. અમૂલ ગોલ્ડ અને અમૂલ શક્તિ સહિત તમામ પ્રકારનાં દૂધમાં લિટરે રૂપિયા 2નો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારો 17મી ઓગસ્ટથી લાગુ પડશે. આમ, 6 મહિનામાં જ અમૂલે બીજીવાર દૂધના ભાવમાં લિટરદીઠ 2 રૂપિયાનો વધારો કરી દીધો છે. આ પહેલાં ગત ફેબ્રુઆરીમાં પણ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

4 ટકાનો વધારો, આવતીકાલથી અમલ
ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા લાગુ કરાયેલો ભાવવધારો આવતીકાલથી લાગુ થશે. આમ, દૂધના ભાવમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

આ કારણે વધાર્યા ભાવ
અમૂલે જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીએ પશુઓના ખોરાકનો ખર્ચ આશરે 20% વધી ગયો છે. ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને અમારા સભ્ય યુનિયનોએ પણ ખેડૂતોના ભાવમાં પાછલા વર્ષની સરખામણીએ 8-9%ની રેન્જમાં વધારો કર્યો છે. અમૂલ દૂધ ઉત્પાદકોને દૂધ અને દૂધની બનાવટો માટે ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતા દરેક રૂપિયાના લગભગ 80 પૈસા ચૂકવે છે. ભાવ સુધારણા દૂધ ઉત્પાદકોને દૂધના વળતરના ભાવ ટકાવી રાખવામાં અને તેમને વધુ દૂધ ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવામાં મદદ કરશે.

દૂધના નવા ભાવ

ક્રમદૂધનો પ્રકારપેકિંગની વિગતનવો ભાવ (રૂ.)
1અમૂલ ગોલ્ડ500ML31
2અમૂલ તાજા500ML25
3અમૂલ શક્તિ500ML28

અમૂલ ફેડરેશનનું 2 વર્ષનું ટર્ન ઓવર

  • 2020-21 રૂ. 53 હજાર કરોડ
  • 2021-22 રૂ. 61 હજાર કરોડ

સવા વર્ષમાં કયારે ભાવ વધ્યા

  • 1 જુલાઇ 2021ના રોજ પ્રતિ લિટરે રૂ. બે વધ્યા
  • 1 માર્ચ 2022ના રોજ પ્રતિ લિટરે રૂ. બે વધ્યા
  • 17 ઓગસ્ટ 2022ના રોજ પ્રતિ લિટરે રૂ. બે વધ્યા

અમદાવાદ અને સૌરાષ્ટ્રના બજારોમાં આજથી 500 મિ.લી. અમૂલ ગોલ્ડનો ભાવ રૂ. 31, જ્યારે 500 મિ.લી. અમૂલ તાજાનો ભાવ રૂ. 25 અને 500 મિ.લી. અમૂલ શક્તિ દૂધનો ભાવ રૂ.27 પ્રતિ લિટર થશે. અમૂલ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.બે વધારો કરાયો, જે મહત્તમ વેચાણ કિમતમાં ટકાવારીની દૃષ્ટિએ 4%નો વધારો સૂચવે છે. જોકે,તે હજુ પણ સરેરાશ ખાદ્ય ફુગાવા કરતા ઓછો છે.

અમૂલ ફેડરેશનનો દાવો... ઇનપુટ અને પ્રોડકશન ખર્ચ વધતાં લિટરે ~2નો વધારો
અમૂલ ફેડરેશને (gcmmf) સત્તાવાર યાદીમાં જણાવ્યું કે, ગત વર્ષની સરખામણીમાં પશુઓના ખોરાકનો ખર્ચ આશરે 20% વધી ગયો છે. ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને અમારા સભ્ય યુનિયનોએ પણ ખેડૂતોના દૂધના ભાવમાં પાછલા વર્ષની સરખામણીએ 8-9%ની રેન્જમાં વધારો કર્યો છે. અમૂલ દૂધ ઉત્પાદકોને દૂધ અને દૂધની બનાવટો માટે ગ્રાહકો દ્વારા ચૂકવાતા દરેક રૂપિયાના લગભગ 80 પૈસા ચૂકવે છે. ભાવ સુધારણા દૂધ ઉત્પાદકોને દૂધના વળતરના ભાવ ટકાવી રાખવામાં અને તેમને વધુ દૂધ ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવામાં મદદ કરશે.

વાસ્તવિકતા... 4 મહિનાથી દૂધઉત્પાદનમાં વપરાતી કોઇ વસ્તુના ભાવ વધ્યા નથી
માર્ચ 2022 બાદ પેટ્રોલના ભાવમાં કોઇ વધારો નથી, વીજળીના ભાવમાં કોઇ વધારો નથી કે અન્ય વસ્તુઓના ભાવ પણ વધારો થયો નથી. ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા અેક અધિકારીઅે જણાવ્યું હતું કે, ઇનપુટ ખર્ચમાં દાણ, ઘાસચારો સહિતની પશુની ખાદ્ય સામગ્રી ગણી શકાય છે. જોકે 11 માર્ચ 2022ના રોજ દાણની 70 કિલોની બેગ પર રૂ. 35 વધ્યા હતા. જે પ્રમાણે અેક કિલોઅે માત્ર 50 પૈસા ભાવવધારો થયો ગણાય. આ કિંમત અેટલી બધી નથી કે તેના કારણે દૂધમાં ભાવવધારો કરવો પડે.

અન્ય સમાચારો પણ છે...