લાગવગ:AMTS આવક કરતાં બમણા રૂપિયા કોન્ટ્રાક્ટરોને ચૂકવે છે, 43 કરોડ આવક સામે 91 કરોડનું પેમેન્ટ થાય છે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • AMTSની 30 સામે 597 ખાનગી બસ દોડે છે

એએમટીએસને એપ્રિલથી ડિસેમ્બર 2021ના વાર્ષિક આવક ખર્ચનો હિસાબ જોઇએ તો 280.95 કરોડના ખર્ચ સામે માત્ર 43 કરોડની જ આવક થઇ છે. ખાનગી બસ ઓપરેટરોને એએમટીએસ દ્વારા આ સમયગાળા દરમ્યાન જ રૂ. 91.17 કરોડની રકમ ચૂકવવામાં આ‌વી છે.

એએમટીએસ માલિકીની માંડ 30 બસો રોડ પર ફરતી હોય છે તેની સામે 597 જેટલી બસો ખાનગી બસ સંચાલકોની ફરે છે. આ હિસાબે જોઇએ તો મ્યુનિ.ની પોતાની બસો કરતાં ખાનગી સંચલાકોને 567 બસો વધારે ફરે છે, ટકાવારીની દ્રષ્ટ્રીએ જોઇએ તો 1990 ટકા જેટલી વધારે બસો ખાનગી બસ સંચાલકોની વધુ ફરે છે.

મળતિયાઓને લાભ કરાવવામાં આવે છે
નફામાં ચાલતી એએમટીએસ ખાનગી કોન્ટ્રાક્ટરોના પગપેસારા બાદ વધુ કફોડી હાલતમાં મુકાઇ છેે. મળતિયા કોન્ટ્રાક્ટરોને લાભ આપવા અધિકારીઓ અને શાસક પક્ષ ખોટા નિર્ણયો લે છે. - શહેજાદખાન, મ્યુનિ. વિરોધપક્ષના નેતા

અન્ય સમાચારો પણ છે...