​​​​​​​જમાલપુર ડેપોમાં ચાર્જિંગ સ્ટેશન સ્થાપવામાં આવશે:AMTSમાં ઈલેક્ટ્રિક બસ નથી છતાં 5 કરોડમાં ચાર્જિંગ સ્ટેશન બનાવાશે

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2.65 કરોડના અંદાજ સામે 4.87 કરોડની દરખાસ્ત આવી

રોજના એક કરોડની ખોટ કરતી એએમટીએસમાં જમાલપુર ડેપોમાં ઈલેક્ટ્રિક ચાર્જિંગની સિસ્ટમ નાખવા માટે કમિટી સમક્ષ રૂ. 4.87 કરોડના ખર્ચે ચાર્જિંગ સ્ટેશન તૈયાર કરવા માટેની દરખાસ્ત રજૂ કરાઈ છે. આ ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે 2.65 કરોડનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જે દરખાસ્ત બાદ તેમાં બમણો વધારો કરી કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

મ્યુનિ. વિરોધપક્ષના નેતા શહેજાદખાન પઠાણે જણાવ્યું કે, સામાન્ય રીતે કોઇ પ્રોજેક્ટ માટે ભાવનો અંદાજ વ્યક્ત કરવામાં આવે ત્યારે તેના કરતાં 10 થી 15 ટકાનો વધારો થતો હોય છે જોકે એએમટીએસમાં કરવામાં આવેલી દરખાસ્તમાં 2.65 કરોડના અંદાજમાં વધારો થઇને રૂ. 2.60 કરોડના વધારા સાથે 4.88 કરોડની દરખાસ્ત થઇ છે. આ દરખાસ્ત જાગ ડિઝાઇનર્સ મારફતે તૈયાર કરવામાં આવી હતી. જેમાં એક્ટ્રા આઇટમ સહિત રિવાઇઝ એબસ્ટ્રેક્ટ 48754130ના ભાવને બહાલી આપવામાં આવી છે.

જ્યારે તેમાં જૂનું બાંધકામ તોડીને લઇ જવાના રૂ. 25 હજાર બાદ લેવામાં આવશે. જ્યારે આ કામ યમુનેશ કન્સ્ટ્રકશન એલએલપીને આપવાની દરખાસ્ત એએમટીએસ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે, એએમટીએસે થોડા સમય અગાઉ તેના બસ ડ્રાઈવર અને કંડક્ટરને યુનિફોર્મ માટે લાખોના કોન્ટ્રાક્ટની દરખાસ્ત મંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...