અકસ્માત:ગાંધીબ્રિજ પાસે એએમટીએસના કંડક્ટરનું બાઇક સ્લિપ થતાં મોત

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • યુવક હેલ્મેટ ચાર રસ્તા તરફ જઈ રહ્યો હતો
  • જમીન પર પટકાતા માથામાં ગંભીર ઇજા થઇ હતી

શાહપુરની મારવાડી ચાલીમાં રહેતા અને એએમટીએસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા યુવકની બાઇક ગાંધીબ્રિજના છેડાં તરફ જતાં અચાનક સ્લિપ થઈ ગયું હતું. માથાના ભાગે ગંભીર ઇજા થતા યુવકનું મોત નીપજ્યું હતું. આ મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શાહપુરની મારવાડીની ચાલીમાં રહેતા ખુશાલભાઈ બોડાણા એએમટીએસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવે છે. ગુરુવારે તેઓ બાઈક લઈને હેલ્મેટ ચાર રસ્તા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ગાંધીબ્રિજના છેડા તરફ અચાનક તેમનું ટુ-વ્હિલર સ્લિપ થઈ ગયું હતું, જેના કારણે તેઓ જમીને પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા થવાથી બેભાન થયા હતા. આસપાસના લોકોને જાણ થતા ખુશાલભાઈને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે ખુશાલભાઈને મૃત જાહેર કર્યા હતા. આ મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...