મુસાફરોને મજા:મહેસાણા જિલ્લામાં આવેલા થોળ પક્ષી અભયારણ્ય સુધી હવે AMTS બસમાં જઈ શકાશે, રોજ 30 જેટલી ટ્રીપ મારવામાં આવશે

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આવતીકાલે બસ સુવિધા નો થોળથી પ્રારંભ કરાવાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMTS બસ સુવિધા આપવામાં આવે છે. અમદાવાદ શહેરની બહારની હદ સુધી પણ AMTS બસ દોડાવવામાં આવે છે. મહેસાણા જિલ્લામાં આવેલા થોળ પક્ષી અભ્યારણ સુધી હવે બસ દોડાવવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા લેવામાં આવ્યો છે. લાલદરવાજાથી રાંચરડા સુધીના 51 નંબરના રૂટને લંબાવી થોળ અભયારણ્ય સુધી કરવામાં આવ્યો છે. આવતીકાલે સાંજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આ બસ સુવિધાનો પ્રારંભ કરવામાં આવશે. વધુમાં વધુ 20 રૂપિયામાં હવે અમદાવાદ થોળ સુધી જઈ શકશે.

25થી 40 મિનિટમાં એક બસ મળશે
અમદાવાદથી 20 કિલોમીટર દૂર આવેલા પક્ષી અભયારણ્ય થોળ સુધી હવે પ્રવાસીઓ AMTS બસમાં જઈ શકશે. લાલદરવાજાથી રાંચરડા સુધી ચાલતા 51 નંબરના રૂટને 9.45 કિલોમીટર હવે આગળ લંબાવી ડાભલા ચોકડી થઈ અને મહેસાણા જિલ્લામાં આવેલા થોળ પક્ષી અભ્યારણ સુધી લંબાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી આ બસ સુવિધાનો પ્રારંભ થવાનો છે જેમાં પાંચ બસો મુકવામાં આવશે અને 30 જેટલી ટ્રીપ મારવામાં આવશે. 25થી 40 મિનિટમાં એક બસ મળશે. આ રૂટની બસ નેહરુબ્રિજ, નવરંગપુરા, કોમર્સ કોલેજ, ગુરુકુળ, હેબતપુર ક્રોસ રોડ, થલતેજ ગામ, શીલજ ગામ, રાચરડા ગામથી ડાભલા ચોકડી, અઢાણા ગામ, સધી માતાનું મંદિર અને ચંદનપુરા ચોકડી થી થોળ સુધી જશે.

અન્ય સમાચારો પણ છે...