બેદરકારી:વૈષ્ણોદેવી સર્કલ પાસે AMTS બસ ખાડામાં ખાબકી, બ્રેક ફેલ થઈ ગઈ હોવાનું ડ્રાઈવરનું જુઠ્ઠાણું તપાસમાં પકડાયું

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેસેન્જર કૌશલ સોનીએ જણાવ્યું કે, ડ્રાઈ‌વર ફૂલ સ્પીડમાં બેફામ બસ ચલાવતો હતો. - Divya Bhaskar
પેસેન્જર કૌશલ સોનીએ જણાવ્યું કે, ડ્રાઈ‌વર ફૂલ સ્પીડમાં બેફામ બસ ચલાવતો હતો.
  • પહેલાં કહ્યું, બ્રેક ફેલ થઈ, પછી કહ્યું, રાહદારીને બચાવવા બસ ખાડામાં ઉતારી

વૈષ્ણોદેવી સર્કલ પાસે ગુરુવારે વૈષ્ણોદેવી સર્કલથી ઉજાલા સર્કલ જતી એએમટીએસની એક બસ ઓવરબ્રિજ માટે બનેલા ખાડામાં ખાબકતાં 3 પેસેન્જરને ઈજા થઈ હતી. જો કે અન્ય પેસેન્જરને સલામત બહાર કઢાયા હતા અને બેને સોલા સિવિલમાં લઈ જવાયા હતા. રૂટ નંબર 501ના ડ્રાઈવર લાલજી ઠાકોરે બસની બ્રેક ફેલ થઈ ગયાનું કહ્યું હતું. જો કે, એએમટીએસના અધિકારીઓ અને ટેક્નિશિયનોએ કરેલી તપાસમાં બ્રેક ચાલુ હોવાનું જણાતા ડ્રાઈવરનું જુઠ્ઠાણું પકડાયું હતું. સત્ય જાણવા માટે હજુ એક વખત બસનું ટેસ્ટિંગ કરાશે. સિક્સલેનની કામગીરીના સ્થળ સુપરવાઈઝર સંજય દેસાઈની ફરિયાદને આધારે બસના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાઈ છે. અકસ્માતથી એક પેસેન્જરને પગે ફ્રેક્ચર થયું છે.

બંને નિવેદનમાં વિરોધાભાસ
બસના ડ્રાઇવરે નિવેદનમાં પણ બે વખત અલગ અલગ જવાબો આપ્યા હતા. પહેલા ડ્રાઇવરે એવું કહ્યું હતુંકે, તેમની બસની બ્રેક ફેલ થઇ જતાં તેણે ખાડામાં બસ ઉતારી દીધી હતી. તપાસમાં બ્રેક બરોબર હોવાનું જણાતાં તેણે એવું નિવેદન આપ્યું કે, રસ્તા પર 5 થી 6 વ્યક્તિ પસાર થતાં હતાં. તેમને બચાવવા તેણે બસને બાજુના ખાડામાં ઉતારી હતી.

ડ્રાઈ‌વર ફૂલ સ્પીડમાં બેફામ બસ ચલાવતો હતો
પેસેન્જર કૌશલ સોનીએ જણાવ્યું કે, હું બસમાં બીજી સીટ પર બેઠો હતો, અને વૈષ્ણોદેવી પાસે બસ સ્ટેન્ડ નજીક આવ્યું જેથી અમે ઊભા થયા અને અચાનક ડ્રાઈવરને ઝોકું આવી ગયું કે શું થયું તે ખબર ન પડી અને બસ પાણીના ખાડામાં નાખી હતી. થોડી મિનિટો પહેલા જ ડ્રાઈવર બ્રેક મારી હતી, તેથી બ્રેક ફેલ થયાની તેમજ રસ્તામાં માણસો આવી જતાં બચાવવા જતાં બસ ખાડામાં પડી હોવાથી વાત ખોટી છે. ડ્રાઈવર ફુલ સ્પીડમાં બસ દોડાવી હતી, જેમાં મને ઢીંચણથી નીચેના ભાગે ફ્રેકચર થયું છે. છે.

ઈજાગ્રસ્ત પેસેન્જર

  • ડાહ્યાભાઇ પટેલ - વડગામ
  • કૌશલ સોની - ચાંગોદર
  • ગિરીશ વાઘેલા - થલતેજ
અન્ય સમાચારો પણ છે...