હજુ રાહ જોવી પડશે:​​​​​​​અમદાવાદમાં AMTS-BRTS બસ સેવા હજી શરૂ નહિ થાય, કોરોનાની સ્થિતિ ધ્યાનમાં રાખી નિર્ણય લેવાશે

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓની સોમવારે મળેલી બેઠકમાં બસ સેવા ચાલુ કરવા અંગે કોઈ નિર્ણય ન લેવાયો

રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMTS અને BRTS બસ સેવા બંધ કરવામાં આવી છે. કોરોનાના કેસો હવે ઘટી ગયા છે ત્યારે બસ સેવા ફરી શરૂ કરવા અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓની સોમવારે બસ સેવા ચાલુ કરવા મામલે બેઠક થઈ હતી. પરંતુ તેમાં કોઈ નિર્ણય લેવાયો નથી.

કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(AMTS) ડો. આર્જવ શાહે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે AMTS બસ સેવા શરૂ કરવા મામલે કોઇ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. બેઠકમાં ચર્ચા થઈ હતી પરંતુ ક્યારથી શરૂ કરવી તે નક્કી નથી. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. જ્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (BRTS) વિશાલ ખનામાએ જણાવ્યું હતું કે BRTS સેવા હાલમાં શરૂ નહીં થાય. બસ સેવા ચાલુ કરવામાં આવશે તેવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. કમિશનર સાહેબ સાથે મીટીંગ અને તેમના નિર્ણય બાદ જાહેરાત કરવામાં આવી શકે છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

AMTSને આર્થિક કટોકટીનો સામનો કરવો પડ્યો છે
કોરોનાના કારણે છેલ્લા બે મહિનાથી AMTS અને BRTS બસ સેવા બંધ છે. AMTS બસ સેવા પહેલાથી જ ખોટમાં ચાલી રહી છે ત્યારે કોરોનાના કારણે ફરી મોટી આર્થિક કટોકટીનો સામનો AMTSને કરવો પડી રહ્યો છે. અધિકારીઓ અને કર્મચારીઓને પગારના ચૂકવવામાં ફાંફા પડી રહ્યાં છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

બસ સેવા બંધ થતા રીક્ષાચાલકોની બેફામ લૂંટ
લાખો રૂપિયાનો પગાર કરવાનો હોય છે અને કોન્ટ્રાક્ટની બસોને પણ કેટલાક તકાની રકમ ચૂકવવાની હોય છે. એકતરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે અને રીક્ષાચાલકો બેફામ લૂંટ ચલાવે છે ત્યારે ફરી સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઈન સાથે AMTS અને BRTS બસ સેવા ફરી શરૂ કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...