તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AMTS-BRTS બસ સેવા શરૂ:પહેલા દિવસે AMTSને 3.45 લાખ અને BRTSને 3.57 લાખની આવક થઈ; રોજ બેથી ત્રણ રીક્ષાઓ બદલીને ઘરે જવું પડતું: મુસાફરો

અમદાવાદ12 દિવસ પહેલા
BRTS બસ સ્ટેન્ડ પર મુસાફરો દેખાયા
  • અમદાવાદમાં સવારના 6થી રાતના 8 વાગ્યા સુધી સિટી બસો શરૂ થઈ
  • લાંબા સમય બાદ બસો શરૂ થતા નોકરિયાત વર્ગને રાહત મળી
  • કોરોનાની બીજી લહેરના કારણે છેલ્લા 82 દિવસથી સિટી બસ બંધ હતી

આશરે બે મહિના બાદ આજથી ફરીથી AMTS અને BRTS બસો શરૂ કરવામાં આવી છે. 50 ટકા પેસેન્જરની કેપેસિટી સાથે આજે સવારે 6 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી બસો દોડાવવામાં આવી હતી. આજે AMTS અને BRTS બસમાં પેસેન્જરોની સંખ્યા ઓછી જોવા મળી હતી. દિવસ દરમિયાન વિવિધ રૂટ પર 300 બસ દોડાવાઈ હતી. જેમાં AMTSમાં 44 હજાર 731 લોકોએ મુસાફરી કરી હતી અને આખા દિવસમાં કુલ રૂ. 3 લાખ 45 હજાર 255ની ઈન્કમ થઈ હતી. જેમાં રૂ. 8 હજાર 670નો કન્સેશન આવક પણ સામેલ છે. જ્યારે BRTSમાં 28263 મુસાફરોએ મુસાફરી કરી હતી અને રૂ. 3.57 લાખ આવક થઈ હતી. કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસો નોંધાયા હતા. કોરોનાના કેસો વધતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા AMTS અને BRTS બસ સેવા બંધ કરી દેવામાં આવી હતી.

બસ સ્ટેન્ડ પર ઓછી ભીડ દેખાઈ
જે લોકો રેગ્યુલર AMTS અને BRTS બસમાં મુસાફરી કરે છે તે લોકો જોવા મળ્યા હતા. બસ સ્ટેન્ડ પર બહુ ઓછા લોકોની ભીડ જોવા મળી હતી. બસમાં 50 ટકાની જ કેપેસિટી હોય બસ ઉપરથી જ આખી ભરેલી આવે છે જેના કારણે પણ મુસાફરો ઓછા જોવા મળ્યાં હતાં.

બસમાં 50 ટકા કેપેસિટી સાથે મુસાફરો બેસી શકશે.
બસમાં 50 ટકા કેપેસિટી સાથે મુસાફરો બેસી શકશે.

50 ટકા કેપેસિટી સાથે બસમાં મુસાફરો
આજે સવારથી AMTS અને BRTS બસ સેવા શરૂ કરવામાં આવી હતી. Divyabhaskarએ AMTS અને BRTS બસ સેવા શરૂ થાય તે અંગે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. AMTS અને BRTS બસમાં ડ્રાઇવર, કંડકટર અને મુસાફરો માસ્ક સાથે જોવા મળ્યા હતા. 50 ટકા કેપેસિટી સાથે જ બસમાં મુસાફરો બેઠા હતા. એક સીટ પર એક જ પેસેન્જર જોવા મળ્યા હતા. જો કે બસમાં બેસવાવાળા મુસાફરો પણ ઓછા જોવા મળ્યા હતા. બસ સ્ટેન્ડ પર જે રીતે મુસાફરોની ભીડ જોવા મળતી હોય છે તેવી ભીડ જોવા મળી ન હતી.

બસો શરૂ થતા નોકરીએ જવાનો સમય બચ્યો
બસમાં મુસાફરી કરતા પેસેન્જર દીપિકાબેને જણાવ્યું હતું કે, બસો બંધ હોવાથી ત્રણ રીક્ષા બદલી અને નોકરીના સ્થળે પહોંચવુ પડતું હતું. સમયનો બગાડ થતો હતો. જેના કારણે મોડું થતું હતું. આજથી બસો શરૂ થતાં રાહત થઈ છે. બસમાં મુસાફરો ઓછા હોય છે. જ્યારે રૂપલબેને જણાવ્યું હતું કે, બસમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ઓછા મુસાફરો હોય છે. રીક્ષામાં પેસેન્જરો વધુ હોય છે. બસ ચાલુ થવાના કારણે સમયસર ઘરે પહોંચી જવાય છે અને રીક્ષાના ભાડા અત્યારે મિડલ કલાસ લોકોને પોસાય તેમ નથી જેથી તેમાં રાહત મળશે.

કોરોનાની મહામારીના કારણે 82 દિવસથી બસો બંધ હતી.
કોરોનાની મહામારીના કારણે 82 દિવસથી બસો બંધ હતી.

આ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે

  • મુસાફરોને નક્કી કરેલા સ્ટેજની જ ટિકીટ આપવામાં આવશે
  • દરેક મુસાફરે માસ્ક ફરજીયાત પણે પહેરવાનું રહેશે
  • કોઈપણ કર્મચારી થૂંકતા કે માસ્ક વિના પકડાશે તો 200 રૂપિયા દંડ લેવાશે
  • કર્મચારીને ફરજ પર લેતા પહેલા થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે
  • બસની અંદર તથા બહારની બાજુએ દરરોજ સેનિટાઈઝેશન કરવાનું રહેશે

AMCને કરોડો રૂપિયાની આવક ગુમાવવી પડી
અમદાવાદમાં નોકરિયાત, કોલેજ સ્ટુડન્ટ તેમજ ધંધાદારીઓ સૌથી વધુ AMTS અને BRTSનો ઉપયોગ કરે છે. સામાન્ય દિવસોમાં AMTSમાં અંદાજે 5 લાખ લોકો મુસાફરી કરતા હતા. જેથી તેની આવક રોજની 25 લાખની આસપાસ થતી હતી. કોરોના મહામારી શરૂ થતા મુસાફરોની સંખ્યામાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. જેથી દૈનિક માત્ર 3 લાખની આસપાસ લોકો સિટી બસનો ઉપયોગ કરતા હતા. AMTSને આશરે 12 કરોડ જ્યારે BRTSને 9 કરોડની આસપાસ નુકસાન થયું છે.