સિટી બસ ક્યારે શરૂ થશે?:આજથી AMTS- BRTS બસસેવા શરૂ થવાની હતી, હવે સત્તાધીશો અને કમિશનર વચ્ચેની બેઠક થયા બાદ 1 જૂને થવાની શક્યતા

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
AMTS અને BRTS બસસેવા ફરી શરૂ કરવામાં આવે એવી લોકો માગ કરી રહ્યા છે. - Divya Bhaskar
AMTS અને BRTS બસસેવા ફરી શરૂ કરવામાં આવે એવી લોકો માગ કરી રહ્યા છે.
  • AMCના ઉચ્ચ અધિકારીઓની સોમવારે મળેલી બેઠકમાં કોરોનાની સ્થિતિ જોઈ નિર્ણય લેવાય એવી ચર્ચા થઈ હતી
  • શહેરમાં વિકાસનાં કામોનાં લોકાર્પણ અને AMCની વિવિધ કમિટીઓના ચેરમેનની નિમણૂકને કારણે નિર્ણય ના થઈ શક્યો

રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMTS અને BRTS બસસેવા બંધ કરવામાં આવી છે. અમદાવાદમાં કોરોનાના કેસો હવે ઘટી ગયા છે, ત્યારે AMTS અને BRTS બસસેવા ફરી શરૂ કરવા અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 28 મેના રોજ AMTS અને BRTS બસ ફરી રોડ પર દોડશે, જેની વાતો વચ્ચે આજથી બસસેવા શરૂ થઈ નથી. શહેરમાં વિકાસનાં કામોનાં લોકાર્પણો અને કમિટીઓના ચેરમેનની નિમણૂકોની વ્યસ્તતાને લીધે નિર્ણય લેવાઈ શકાયો નથી.

1 જૂનથી સિટી બસ શરૂ થનાની શક્યતા
AMCના પ્રભારી અને સત્તાધીશો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અમદાવાદ શહેરમાં કરોડો રૂપિયાનાં વિકાસનાં કામોનાં લોકાર્પણ અને AMCની વિવિધ કમિટીઓના ચેરમેનની નિમણૂકની વ્યસ્તતામાં હતા, જેથી મ્યુનિસિપલ કમિશનર સાથે આ બાબતે કોઈ ચર્ચા કરી નથી. મ્યુનિસિપલ કમિશનર અને સત્તાધીશો વચ્ચે ચર્ચા થયા બાદ 1 જૂનના રોજ AMTS અને BRTS બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે.

અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવે નિર્ણય લેવામાં મોડું થયું ( ફાઈલ ફોટો)
અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવે નિર્ણય લેવામાં મોડું થયું ( ફાઈલ ફોટો)

અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ દેખાયો
ગત સોમવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓની બસસેવા ચાલુ કરવા મામલે બેઠક થઈ હતી, પરંતુ એમાં કોઈ નિર્ણય લેવાયો ન હતો. બેઠકમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. મીટિંગ બાદ બસસેવા ચાલુ કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. સત્તાધીશો પણ બસસેવા ઝડપથી ચાલુ થાય એમ ઈચ્છે છે, પરંતુ કમિશનર તરફથી આ બાબતે નિર્ણય લેવામાં ન આવતાં તેઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો છે.

છેલ્લા બે મહિનાથી AMTS અને BRTS બસસેવા બંધ છે ( ફાઈલ ફોટો)
છેલ્લા બે મહિનાથી AMTS અને BRTS બસસેવા બંધ છે ( ફાઈલ ફોટો)

બે મહિનાથી AMTS અને BRTS બસસેવા બંધ છે
કોરોનાને કારણે છેલ્લા બે મહિનાથી AMTS અને BRTS બસસેવા બંધ છે. AMTS બસસેવા પહેલાંથી જ ખોટમાં ચાલી રહી છે, ત્યારે કોરોનાને કારણે ફરી મોટી આર્થિક કટોકટીનો સામનો AMTSને કરવો પડી રહ્યો છે. અધિકારીઓ અને કર્મચારીઓને પગારના ચૂકવવામાં ફાંફાં પડી રહ્યાં છે. લાખો રૂપિયાનો પગાર કરવાનો હોય છે અને કોન્ટ્રેક્ટની બસોને પણ કેટલાક ટકાની રકમ ચૂકવવાની હોય છે. એક તરફ, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે અને રિક્ષાચાલકો બેફામ લૂંટ ચલાવે છે, ત્યારે ફરી સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઈન્સ સાથે AMTS અને BRTS બસસેવા ફરી શરૂ કરવામાં આવે એવી લોકો માગ કરી રહ્યા છે.