બરવાળા લઠ્ઠાકાંડ:એમોસના માલિક સમીર પટેલ અને તેના પાર્ટનરના ઘરે સીટનું સર્ચ, ધરપકડથી બચવા હાઇકોર્ટમાં આગોતરા જામીન માગ્યા

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
એમોસના માલિક સમીર પટેલ અને તેમના પાર્ટનર રજીત ચોક્સીના ઘરે સીટે નોટિસ ચોંટાડી હતી. - Divya Bhaskar
એમોસના માલિક સમીર પટેલ અને તેમના પાર્ટનર રજીત ચોક્સીના ઘરે સીટે નોટિસ ચોંટાડી હતી.

લઠ્ઠાકાંડ માટે જવાબદાર કેમિકલ જે કંપનીમાંથી ચોરવામાં આવ્યું હતું તે એમોસ કંપનીના ડિરેક્ટર સમીર પટેલ એ હાઈકોર્ટમાં ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી છે.લઠ્ઠાકાંડની તપાસ કરતા સીટના વડા નિર્લિપ્ત રાયે સમીર પટેલને પોલીસ સ્ટેશન માં હજાર થવા બે વખત સમન્સ પાઠવ્યા હતા. પરંતુ સમીર પટેલ હાજર થયા ન હતા. ત્યારબાદ સીટે તેમના નામની લૂકઆઉટ નોટિસ જારી કરી હતી.

મંગળવારે પણ સીટે સમીર પટેલ અને તેમના પાર્ટનરના ઘરે સર્ચ કરી નોટિસ ચોંટાડી દીધી હતી. આ પછી પણ તેઓ હાજર થયા ન હતા અને ત્યારબાદ હાઇકોર્ટમાં તેમણે આગોતરા જમીન અરજી કરી છે. તેમાં એવી રજૂઆત કરાઈ છે કે તે પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. તેમની કંપનીમાંથી ચોરાયેલા કેમિકલ અંગે તેમને જાણ નથી. હાઈકોર્ટમાં ફાઈલ કરાયેલી આગોતરા જામીન અરજી પર 2 દિવસ બાદ સુનાવણી યોજાશે.

અન્ય સમાચારો પણ છે...