કૌભાંડ કેસમાં તપાસ:અમોલ શેઠનાં 20 ખાતાંમાં ઓછી રકમ મળતાં ફોરેન્સિક ઓડિટ થશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્રાઇમ બ્રાંચને વધુ તપાસ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફાળવાયો

અનિલ સ્ટાર્ચના ચેરમેન અમોલ શેઠ અને તેના ભાગીદારો દ્વારા મકાઈની ખરીદી અને વ્યાજની લાલચ આપ્યા બાદ કરોડો રૂપિયાની છેતરપિંડી કરવા મામલે ક્રાઈમ બ્રાંચ દ્વારા અનિલ ટ્રેડકોમ અને તેની સંલગ્ન કંપનીઓનું ફોરેન્સિક ઓડિટ કરવા એક ચાર્ટડ એકાઉન્ટ ફાળવવામાં આવતા હવે ક્રાઈમ બ્રાંચ દ્વારા આ દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર અનિલ ટ્રેડકોમ અને તેની સંલગ્ન કંપનીઓનું ચાર્ટર્ડ એકાઉન્ટ દ્વારા ઓડિટ કરવામાં આવશે, જેના પગલે કંપની દ્વારા કઈ રીતે લોકોની પાસેથી પૈસા લેવાયા તે ઉપરાંત અનેક બાબતોના ખુલાસા થઈ શકે તેમ છે.

અત્યાર સુધીની પોલીસ તપાસમાં અમોલ શેઠના 20 જેટલા બેંક ખાતાંની તપાસ કરતા તેમાં એક લાખથી વધુ રકમ મળી નથી, જેથી લોકો પાસેથી લીધેલાં નાણાં ક્યાં ગયાં તે અંગે ફોરેન્સિક ઓડિટમાં ખુલાસો થઈ શકે તેમ છે.

કંપનીના ડિરેકટરે જામીન અરજી કરી
અનિલ સ્ટાર્ચ લિમિટેડ કંપની દ્વારા 120 દિવસમાં 12 ટકા વળતર આપવાની લાેભામણી લાલચ આપી કરાેડાે રૂપિયાના કૌભાંડમાં જેલમાં ધકેલાયેલા ડિરેકટર સમપ્રીત શેઠે ગ્રામ્ય કાેર્ટમાં જામીન અરજી કરી છે. કાેર્ટ આગામી દિવસાેમાં જામીન અરજીની સુનાવણી હાથ ધરશે. તપાસ અધિકારીએ જામીન ન આપવા કાેર્ટમાં સાેગંદનામું કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...