કરોડોની છેતરપિંડીનો કેસ:અમોલ શેઠને જેલમાં ધકેલાયા; રિમાન્ડ પૂરા થતાં ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કર્યા હતા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમોલ શેઠ અને તેમના મળતિયાઓએ લોકોને 12 ટકા ઊંચા વળતરની લાલચ આપીને કરોડોરૂપિયાની ઉચાપત કરી હતી

ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં 6 કંપનીઓ ખાેલી કરાેડાેની ઠગાઇ કરનાર અનિલ સ્ટાર્ચ મિલના પ્રમાેટર અમાેલ શેઠને કાેર્ટે સાબરમતી સેન્ટ્રલ જેલમાં માેકલી આપવાનાે આદેશ કર્યાે છે. અનિલ સ્ટાર્ચ મિલના ઓથા હેઠળ અમાેલ શેઠ અને તેમના મળતિયાએ લાેકાેને 12 ટકા ઊંચું વળતરની લાલચ આપી કરાેડાે રૂપિયાની ઉચાપત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, અમાેલ શેઠ વિરુદ્ધ 10થી વધુ ગુના નાેંધાયા છે. ક્રાઇમ બ્રાન્ચે અમાેલ શેઠની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ બુધવારે રિમાન્ડ પૂરા થતાં ક્રાઇમ બ્રાન્ચે કાેર્ટમાં રજૂ કર્યા હતા. આરાેપી અમાેલ શેઠના એડવાેકેટ સંજય ઠક્કર પણ હાજર રહ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે વધુ રિમાન્ડ નહીં માગતાં કાેર્ટે તેમને સાબરમતી જેલમાં માેકલી આપવાનાે આદેશ કર્યાે હતાે.

સમપ્રીત શેઠની જામીન અરજી કોર્ટે ફગાવી
અનિલ સ્ટાર્ચ મિલના ઓથા હેઠળ 12 ટકા ઊંચંુ વ્યાજ આપવાની લાલચ આપી લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવી ઠગાઈ કરનાર ડિરેક્ટર સંપિત શેઠની જામીન અરજી સ્પેશિયલ કોર્ટે ફગાવી દીધી છે. આ કરોડો રૂપિયાના કૌભાંડમાં અનિલ સ્ટાર્ચ મિલના પ્રમોટર અમોલ શેઠ સહિત તેમના મળતિયાઓની ક્રાઇમબ્રાંચે અલગ અલગ ગુનાઓમાં ફરિયાદ નોંધી છે. ચાર ગુનાઓમાં આરોપીઓની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા છે, જેમાં ગુરુવારે અમોલ શેઠ સહિતના આરોપીઓએ જામીન અરજી કરી છે, જેની સુનાવણી ગુરુવારે સ્પેશિયલ કોર્ટમાં હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...