ગેસ લીકેજનો બનાવ:અમદાવાદમાં ઓઢવની એક કંપનીમાં એમોનિયા લીકેજ થતાં ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો, જાનહાની નહીં

અમદાવાદ22 દિવસ પહેલા

અમદાવાદના ઓઢવ સ્થિત જીએસટી ક્રોપ સાયન્સ કંપનીમાં આજે બપોરે એમોનિયા ગેસ લીકેજ થયો હતો. ગેસ લીકેજની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ અને અધિકારીઓ તાત્કાલિક ઓઢવ ખાતે પહોંચ્યા હતા. ગેસનો મુખ્ય વાલ્વ બંધ કરી વોટર સ્પ્રે કર્યા બાદ ગેસને બહાર કાઢવામાં આવ્યો હતો. ગેસ લીકેજની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

200 કિલો એમોનિયા ગેસ લીકેજ થયો
અમદાવાદ ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ આજે ઓઢવ વિસ્તારમાં આવેલી એક કંપનીમાં ગેસ લીકેજની ઘટના બની હતી. ઓઢવ નિકોલ તેમજ નજીક ફાયર સ્ટેશન અને સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. કન્ડેન્સરના રિસિવર ગાસ્કેડમા માલફંક્શન થવાથી આશરે 200 કિલો જેટલો એમોનિયા ગેસ લીકેજ થયો હતો. બ્રિથિંગ અપ્રેટસની મદદથી મેઈન વાલ્વ બંધ કરીને વોટર સ્પ્રે કરવામાં આવેલો જેથી ગેસ ડાયલૂટ થાય અને વેન્ટિલેટ કરવામાં આવ્યું હતું.

એક કલાકમાં ગેસ લીકેજ કાબૂમાં આવ્યો
ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર,2 ડિવિઝનલ ઓફિસર,3 સ્ટેશન ઓફિસર,3 સબ ઓફિસર,25 જેટલા ફાયર ફાઈટર સ્ટાફ, 1 મિની વોટર ટેન્ડર, 1 વોટર ટેન્કર, 1 ફાયર ફાઇટર ટેન્ડર, 1 વોટર બૌઝર, 2 ઇમરજન્સી ટેન્ડર વાન, 5 ઓફિસર વેહિકલ દ્વારા એક કલાકની જહેમત બાદ એમોનિયા ગેસ લીકેજને કાબૂમાં લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...