ગુજરાતમાં મોડી રાતે DySPની બદલી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ ક્રાઈમ ACP સહિત અમદાવાદ જિલ્લા DSPને નિમણૂંક આપવામાં આવી છે. લઠ્ઠાકાંડ બાદ વિરેન્દ્ર યાદવની ખાલી પડેલી જગ્યાએ અમદાવાદ હાઈપર ક્રાઇમના DSP અમિત વસાવાને મૂકવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ACP ડી.પી. ચુડાસમાની જગ્યાએ ભરત પટેલને નિમણૂક આપવામાં આવી છે. જ્યારે અન્ય અધિકારીઓની પણ બદલી થતા ઘણા સમયથી જે પોસ્ટિંગની રાહ જોવાઈ રહી હતી તે આજે ક્લિયર થઈ છે.
અમદાવાદ જિલ્લા એસપી અને બોટાદ જિલ્લા એસપીની ખાલી પડેલી જગ્યા ઉપર નિમણૂક થતા લઠ્ઠાકાંડ બાદ જે પોસ્ટિંગની રાહ જોઈ રહી હતી. તે જગ્યા ભરી દેવામાં આવી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ પોલિસમાં ડેપ્યૂટી કમિશનર તરીકે ફરજ બજાવતા IPS ઓફિસર અમિત વસાવાને અમદાવાદ જિલ્લા પોલીસમાં સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે નિમણૂક આપવામાં આવી છે. જ્યારે ગાંધીનગરના સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (કોસ્ટલ સિક્યોરિટી) તરીકે ફરજ બજાવતા કિશોર ભાલોડિયાને બોટાદ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે નિમણૂક આપવામાં આવી છે.
બીજી તરફ ગુજરાતી એટીએસમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાતા ભાવેશ રોજી અને સુરત ક્રાઈમ એસીપી તરીકે નિમણૂક આપવામાં આવી છે. જ્યારે અન્ય ડીવાયએસપીની પણ સાથે કુલ 23 ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.