• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Amit Shah's Family Arrives At Bahucharaji Temple Prestige Festival In Mansa, Shah's Wife And Daughter in law Play Garba, Jai Shah Also Present

ગ્રાઉન્ડ રિપોર્ટ:માણસામાં બહુચર માતાજીના મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં અમિત શાહનો પરિવાર પહોંચ્યો, શાહનાં પત્ની અને પુત્રવધૂ ગરબા રમ્યાં, જય શાહ પણ હાજર

અમદાવાદએક મહિનો પહેલાલેખક: આનંદ મોદી
માતાજીના રથ સાથે અમિત શાહનો પરિવાર ગામમાં ફર્યો.
  • આવતીકાલે બપોરે 12.39 વાગ્યે મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં અમિત શાહ ખાસ હાજરી આપશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગામ માણસામાં આવેલા બહુચર માતાના મંદિરમાં આવતીકાલે પ્રાણપ્રતિષ્ઠા થવાની છે, જેમાં અમિત શાહ પણ હાજર રહેવાના છે. મંદિરમાં યોજાઈ રહેલા ઉત્સવને લઈને અમિત શાહનો પરિવાર અગાઉથી માણસા પહોંચ્યા છે અને ગામના સામાન્ય માણસની જેમ જ ગામલોકો સાથે તૈયારી શરૂ કરી છે.

માતાજીના મંદિર પાસે જ ગરબા અને શોભાયાત્રા.
માતાજીના મંદિર પાસે જ ગરબા અને શોભાયાત્રા.

આવતીકાલે ખુદ અમિત શાહ હાજર રહેશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મૂળ વતન માણસા છે. અમિત શાહે નાનપણ માણસામાં જ વિતાવ્યું છે. માણસાના અનેક પ્રસંગમાં પણ તેઓ હાજર રહે છે. દર વર્ષે નવરાત્રિમાં પણ તેઓ હાજરી આપીને આરતીમાં ભાગ લે છે. અહીં આવેલા વર્ષો જૂના બહુચર માતાના મંદિરમાં પણ અમિત શાહ અનેક વખત આવે છે. ત્યારે હવે નાના મંદિરથી બહુચર માતાનું મોટું મંદિર બનાવવામાં આવ્યું છે, જેમાં આવતીકાલે બપોરે 12.39 વાગ્યે પ્રાણપ્રતિષ્ઠા યોજાશે, જેમાં અમિત શાહ પણ હાજર રહેશે.

અમિત શાહના પરિવારે ગામલોકોની સાથે ગરબા રમ્યા.
અમિત શાહના પરિવારે ગામલોકોની સાથે ગરબા રમ્યા.

અમિત શાહનો પરિવાર ઉત્સવની તૈયારી માટે માણસા પહોંચ્યો
આવતીકાલની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી ગામના લોકો કરી રહ્યા છે. ત્યારે અમિત શાહનો પરિવાર પણ ઉત્સવની તૈયારી માટે એક દિવસ અગાઉથી જ માણસા પહોંચ્યો છે. અમિત શાહનાં પત્ની સોનલબેન અને પુત્ર જય શાહ તથા પરિવારના સભ્યો માણસા ખાતેના નિવાસસ્થાને આવ્યાં હતાં અને ગામના લોકો સાથે તૈયારીમાં જોડાયાં હતાં. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ ગામમાં ગરબા પણ યોજાયા હતા.

ગામલોકોની સાથે અમિત શાહના પુત્ર જય શાહે પણ તૈયારીઓમાં ભાગ લીધો.
ગામલોકોની સાથે અમિત શાહના પુત્ર જય શાહે પણ તૈયારીઓમાં ભાગ લીધો.

જય શાહે આવતીકાલની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું
માતાજીની શોભાયાત્રા રૂપે રથ પણ નીકળ્યો હતો, જેમાં અમિત શાહનાં પત્ની અને પરિવારની અન્ય મહિલાઓ ગરબા રમી અને રથની પૂજા કરીને ગામલોકો સાથે ગામમાં ફર્યાં હતાં તો અમિત શાહના પુત્ર જય શાહ પણ ગામના લોકોની સાથે તૈયારી કરી આવતીકાલ માટેનું નિરીક્ષણ કરતા નજરે પડ્યા હતા.