કમિટીઓની રચના:મ્યુનિ.ની વિવિધ કમિટીઓના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની નિમણૂકમાં અમિત શાહ જૂથનો દબદબો

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાબે AMTS ટ્રાન્સપોર્ટ કમિટિના ચેરમેન વલ્લભ પટેલ અને ટાઉન પ્લાનિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણી - Divya Bhaskar
ડાબે AMTS ટ્રાન્સપોર્ટ કમિટિના ચેરમેન વલ્લભ પટેલ અને ટાઉન પ્લાનિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણી
  • મુખ્યમંત્રી રૂપાણી તેમજ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ અને સુરેન્દ્રકાકાની નિકટના હોવાનું મનાતા કેટલાકને પણ સારી કમિટી મળી

મ્યુનિસિપલ કોર્પોરેશનની શુક્રવારે મળેલી સામાન્ય સભામાં વિવિધ 11 સમિતિના ચેરમેન-ડેપ્યુટી ચેરમેન તેમજ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકોનું રાજકીય વિશ્લેષણ કરીએ તો એમ કહી શકાય કે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના જૂથનો સંપૂર્ણ દબદબો રહ્યો છે. આ ઉપરાંત કમિટીમાં ચેરમેન પદ મેળવનારામાં મુખ્યમંત્રી રૂપાણી, રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ સાથે જોડાયેલા મનાતાનો સમાવેશ થાય છે. એક નિમણૂક સુરેન્દ્રકાકાની નિકટના વર્તૂણમાંથી છે.

પટેલ સમાજમાંથી 10 સભ્યોને વિવિધ સમિતિના ચેરમેન-ડેપ્યુટી ચેરમેનનું પદ મળ્યું છે. અમિત શાહની અત્યંત નિકટના હોવાનું ગણાતા દેવાંગ દાણીને મહત્ત્વના ટીપી અને એસ્ટેટ વિભાગનું ચેરમેન પદ મળ્યું છે. અગાઉ સ્ટેન્ડિંગના દાવેદાર ગણાતા જતિન પટેલને વોટર સપ્લાય કમિટીના ચેરમેન બનાવાયા છે. મુખ્યમંત્રી રૂપાણી સાથે સીધો સંપર્ક ધરાવતા જૈનિક વકિલને રેવન્યુ કમિટીનું ચેરમેન પદ અપાયું છે. પ્રદિપસિંહની નજીકના ગણાતા મહાદેવ દેસાઈને રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીનું ચેરમેન પદ આપવામાં આવ્યું છે.

દેવાંગ દાણી ટાઉન પ્લાનિંગ-એસ્ટેટ કમિટીના ચેરમેન

કમિટીચેરમેનડે. ચેરમેન

વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટી

જતીન પટેલભરત પટેલ

રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી

મહાદેવ દેસાઇશંકર ચૌધરી

હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી

ભરત કે. પટેલપ્રકાશ ગુર્જર
હોસ્પિટલ કમિટીપરેશ પટેલડો. ચાંદની પટેલ

રીક્રિએશન કલ્ચર એન્ડ હેરીટેજ કમિટી

રાજુ દવેમેનાબેન પટણી

ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટી

દેવાંગ દાણીઅનિરૂદ્ધસિંહ ઝાલા

હાઉસિંગ ઇમ્પ્રુવમન્ટ એન્ડ EWS આવાસ યોજના કમિટી

અશ્વિન પેથાણીમીરાબેન રાજપુત
રેવન્યુ કમિટીજૈનિક વકીલપ્રદીપ દવે
લીગલ કમિટીકૌશિક પટેલઉમંગ નાયક

મટિરિયલ મેેનેજમેન્ટ એન્ડ પરચેઝ કમિટી

આશિષ પટેલદશરથ પટેલ

મહિલા અને બાળ વિકાસ કલ્યાણ કમિટી

પ્રતિભા જૈનદીપ્તિ અમરકોટીયા

એએમટીએસ કમિટી

વલ્લભ પટેલસુરેશ રાજપુત

​​​​​​​ઉંમરના માપદંડથી અમૂલ ભટ્ટ કપાયા, ગૌતમ પટેલ, મોના રાવલને પણ કોઈ હોદ્દો મળ્યો નહીં
સુરેન્દ્ર કાકાની નજીકના ગણાતા અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અમૂલ ભટ્ટ માટે એએમટીએસ કમિટીમાં જોરદાર લોબિંગ કરાયું હતું. જોકે આખરે ઉંમરનો ક્રાઇટ એરિયા લાવી તેમને કટ ટુ સાઇઝ કરાયા હતા. આ ઉપરાંત સ્ટેન્ડિંગના ચેરમેન પદના દાવેદાર મનાતા ગૌતમ પટેલને પણ ચેરમેન પદ આપવામાં આવ્યું નથી, તેઓ અમિત શાહની નજીકના ગણાય છે. સીએમની નજીકના ગણાતા મોનાબેન રાવલને પણ કોઇ વિભાગમાં ચેરમેન કે ડેપ્યુટી ચેરમેન બનાવાયા નથી.

પટેલ સમુદાયના 10, વણિક જ્ઞાતિના 3, સહિતના કોર્પોરેટરને ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન બનાવાયા
​​​​​​​મહાપાલિકાની જાહેર કરેલી કમિટીના ચેરમેન, ડે. ચેરમેન પદ માટે 10 જેટલા પટેલ જ્ઞાતિના ઉમેદવારો, 3 વણિક જ્ઞાતિના, 2 બ્રાહ્મણ, 3 પરપ્રાંતિ જ્ઞાતિ સાથે સંકળાલે ઉમેદવારોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.

હેલ્થના ડે.ચેરમેન તરીકે કેતન પટેલનું નામ ચાલ્યું પણ નિમણૂક ગુર્જરની
​​​​​​​ભાજપમાં પણ જૂથવાદ અને લોબિંગ જ છેલ્લે તો મહત્વનું રહે છે. જેમાં છેલ્લી ઘડીએ પણ કેટલાક નામો બદલાય છે. મ્યુનિ. ભાજપ પક્ષના નેતા સહિત અન્ય હોદ્દેદારોએ કરેલા ટ્વિટમાં કે સોશિયલ મીડિયામાં વહેતા કરેલા મેસેજમાં હેલ્થ કમિટીના ડે. ચેરમેન પદે કેતન પટેલનું નામ દર્શાવ્યું છે. જ્યારે અન્ય બોર્ડમાં જાહેર થયેલી યાદી પ્રમાણે પ્રકાશ ગુર્જર ડેપ્યુટી ચેરમેન હોવાનું જણાઈ રહ્યું છે. જે દર્શાવે છેકે, ભાજપમાં પણ મોડી રાત સુધી સતત લોબિંગ ચાલું રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...