તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ શહેરમાં ભાજપ માટે વર્ષોથી કામ કરી રહેલા હિતેશ બારોટને એકાએક સક્રિય રાજકારણમાં સામેલ કરી અમદાવાદ મહાનગરપાલિકાની ટિકિટ ફાળવવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે. પરંતુ ભાજપના ગણિત પ્રમાણે AMCમાં નવું મેયરપદ પુરુષ અનામત હોવાથી હિતેશ બારોટને મેયર પદનો તાજ પહેરાવવા જ ચૂંટણી જંગમાં ઉતાર્યા હોવાનું જાણવા મળ્યું છે. હિતેશ બારોટ હાલ ADC(અહેમદાબાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક) અને GSC(ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક)ના ડિરેક્ટર છે.
હિતેશ બારોટ વર્ષોથી સહકારી બેંકો અને APMC જેવી સંસ્થાઓમાં સક્રિય
અમિત શાહના નજીકના સાથી અને ભાજપ પક્ષમાં વર્ષોથી કાર્યકર તરીકે પડદા પાછળ રહીને કામ કરતા હિતેશ બારોટને થલતેજમાંથી ટિકિટ આપવામાં આવી છે. અમદાવાદમાં ભાજપને આગળ વધારવામાં કામ કરનારા હિતેશ બારોટ જેવા સિનિયરને અચાનક જ થલતેજ વોર્ડમાંથી મહાનગર પાલિકાની ટિકિટ આપવામાં આવતા કાર્યકરો અને સ્થાનિક આગેવાનો આશ્ચર્યમાં મુકાયા હતા, કેમ કે હિતેશ બારોટ વર્ષોથી સહકારી બેંકો અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જેવી સંસ્થાઓમાં સક્રિય હતા. પરંતુ એક્ટિવ પોલિટિક્સમાં એન્ટ્રી થતા જ મેયરપદ માટે તેમના નામની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
શાહની પહેલી ધારાસભાની ચૂંટણીમાં બક્ષી પંચ સમાજનું કો-ઓર્ડિનેશન કર્યું
1997માં સરખેજના ધારાસભ્ય અને તત્કાલીન વિધાનસભા અધ્યક્ષ એવા એચ.એલ. પટેલનું નિધન થતાં સરખેજ વિધાનસભાની પેટાચૂંટણીમાં સૌપ્રથમ વખત અમિત શાહને ટિકિટ આપી હતી. અમિત શાહની આ પહેલી વિધાનસભા ચૂંટણી હતી. સામાન્ય રીતે સરખેજ વિધાનસભાની બેઠક પર તે સમયે પાટીદારોનું પ્રભુત્વ હતું.તેથી એચ.એલ.પટેલ ના નિધન બાદ આ બેઠક પર પાટીદાર ઉમેદવારને લડાવવા માટે ભાજપમાં ભારે કશ્મકશ ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક સરખેજની પેટાચૂંટણી માટે અમિત શાહને ટિકિટ આપી દેતા પાટીદારોમાં ભારે રોષ ફેલાયો હતો. પરંતુ હાલ ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહે તે સમયે વિરોધ પક્ષ તો ઠીક પણ પોતાના પક્ષના વિરોધ વચ્ચે પણ પેટાચૂંટણી લડવાની તૈયારી બતાવી હતી.
અમિત શાહ સાથે તે સમયે(1997) હિતેશ બારોટ પણ જોડાઈ ગયા અને સરખેજમાં શાહને જીતાડવા માટે તમામ પ્રયત્નો કર્યા. સરખેજ વિધાનસભામાં દસ્ક્રોઈ 18 ગામ સીટ સહિત વિધાનસભાના 23 ગામમાં બક્ષીપંચ સમાજ કો-ઓર્ડિનેશનની કામગીરી કરી અને અમિત શાહના અંગત વિશ્વાસુ બની ગયા. હાલ હિતેશ બારોટ જીએસસી અને એડીસી બેંકની વેબસાઈટ મુજબ,એડીસી બેંક અને જીએસસી બેંકના ડિરેક્ટર છે.
ધોરણ 10 પાસ હિતેશ બારોટ 1986માં ભાજપમાં જોડાયા
થલતેજ ગામના મૂળ વતની એવા હિેતિશ બારોટનો જન્મ 14 એપ્રિલ 1968ના રોજ થયો હતો. તેઓએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. હિતેશ બારોટ વર્ષ 1986માં ભાજપમાં જોડાયા હતા. ત્યાર બાદ 1987થી 1997 દરમિયાન RSSમાં સક્રિય રહ્યા હતા. 1988માં તેઓ થલતેજ ગ્રામ્ય મંડલના મહામંત્રી બન્યા હતા. તેઓ 1989થી 1997 દરમિયાન એચ.એલ.પટેલ સાથે દસ્ક્રોઇના 18 ગામ બક્ષીપંચની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ગાંધીનગરથી લોકસભા લડ્યા ત્યારે 18 ગામ બક્ષી પંચના સમાજ ઈન્ચાર્જ કરી મહત્વપૂર્ણ કામગીરી કરી હતી.
દસ્ક્રોઈ ભાજપ તાલુકા પ્રમુખ પદે રહ્યા
વર્ષ 1996માં તેઓ દસ્ક્રોઈ ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ બન્યા. ત્યાર બાદ 1997થી અમિત શાહ સાથે સરખેજ વિધાનસભામાં દસ્ક્રોઈ 18 ગામ સીટ સહિત વિધાનસભાના 23 ગામમાં બક્ષીપંચ સમાજ કો-ઓર્ડિનેશનની કામગીરી કરી. તેમજ 2012 સુધી તમામ બૂથની કામગીરી પણ સંભાળી હતી. હિતેશ બારોટ દસ્ક્રોઈ ભાજપ તાલુકા પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
બોડકદેવ ગ્રામ પંચાયતના સરપંચ બન્યા અને 2010માં APMCમાં એન્ટ્રી કરી
જ્યારે 2001થી 2005 દરમિયાન બોડકદેવ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જવાબદારી નિભાવી હતી. તેઓ 2010માં APMC(અમદાવાદ)ના વાઈસ ચેરમેન બન્યા. 2014માં APMCમાં ડિરેક્ટર બન્યા. વર્ષ 2014 ગાંધીનગર લોકસભાના બક્ષીપંચના ઈન્ચાર્જ બન્યા. વર્ષ 2012માં એડીસી બેંકના ડિરેક્ટર તરીકે નિમણૂંક થઈ. તેમજ વર્ષ 2013થી 2017 દરમિયાન પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. વર્ષ 2017થી ગુજકોમાસોલના ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા. વર્ષ 2018માં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ડિરેક્ટર બન્યા હતા.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.