ભાજપનું મિશન ગુજરાત 2022:અમિત શાહ ગુજરાતમાં ઊજવશે દિવાળી, PM મોદી ફરીવાર 31 ઓક્ટોબરે ગુજરાત આવશે

અમદાવાદ2 મહિનો પહેલા

હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર થઈ ગઈ છે પરંતુ ગુજરાતની ચૂંટણી હજી જાહેર થઈ નથી. ત્યારે ગુજરાતમાં હજી કેન્દ્રીય નેતાઓના પ્રચાર ચાલી રહ્યાં છે. ગઈકાલે વડાપ્રધાન મોદી બે દિવસનો ગુજરાત પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી પરત ફર્યા હતાં. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 6 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. વડાપ્રધાન મોદી પણ ફરીવાર 31 ઓગસ્ટે ગુજરાત આવશે. તેઓ બનાસકાંઠાના થરાદમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ સહિત જાહેરસભાને પણ સંબોધશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 6 દિવસના ગુજરાત પ્રવાસે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 6 દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ દિવાળીનો પર્વ પરિવાર સાથે ઉજવશે. આજે રાતે તેઓ અમદાવાદમાં આવશે. આવતીકાલે તેમનો વલસાડમાં કાર્યક્રમ છે. આગામી દિવસોમાં વડોદરા, બનાસકાંઠાની મુલાકાત કરશે. તેમજ સોમનાથની પણ મુલાકાત કરશે. બીજી તરફ પીએમ મોદી 31 ઓક્ટોબરે ફરીવાર ગુજરાત આવશે. તેઓ બનાસકાંઠાના થરાદમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ સહિત જાહેરસભાને પણ સંબોધશે.

રાજકોટમાં રોડ શો બાદ મંત્રી રૈયાણીએ વડાપ્રધાનને રેંટિયો ભેટ આપી સ્વાગત કર્યું હતું
રાજકોટમાં રોડ શો બાદ મંત્રી રૈયાણીએ વડાપ્રધાનને રેંટિયો ભેટ આપી સ્વાગત કર્યું હતું

ચારેય ઝોનમાં અલગ અલગ દિવસે પ્રવાસ કરશે
ભાજપ દ્વારા તૈયાર કરાયેલા કાર્યક્રમ પ્રમાણે 26 ઓક્ટોબર સુધી ચારેય ઝોનમાં અલગ અલગ દિવસે પ્રવાસ કરશે અને ઝોન પ્રમાણે સ્થાનિક નેતાઓ, સક્રિય કાર્યકરો સાથે મુલાકાત કરશે. જેમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. વર્ષ 2017 ની ચૂંટણી દરમિયાન પણ અમિત શાહે આ રીતે કાર્યકરો સાથે બેઠકો કરી હતી અને જે તે જિલ્લાની સ્થાનિક નેતાગીરી વચ્ચેનો અસંતોષ દૂર કર્યો હતો.

29મીએ મુખ્યમંત્રીનો અને 31મીએ પીએમનો કાર્યક્રમ
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા દિવાળીની આસપાસ કરાશે તેવી અટકળો ચાલતી હતી. જો કે 29 ઓક્ટોબર સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સરકારી કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 31 ઓક્ટોબર સરદાર જયંતીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એકતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ છે. તેના કારણે હવે ચૂંટણીની જાહેરાત 1 નવેમ્બર આજુબાજુ થાય તેવી શક્યતા રાજકીય વર્તુળોમાં મૂકાઇ રહી છે.

31મી ઓક્ટોબરે ફરીવાર ગુજરાત આવશે મોદી.
31મી ઓક્ટોબરે ફરીવાર ગુજરાત આવશે મોદી.

ભાજપ ભાઈબીજથી નિરીક્ષકોને મેદાને ઉતારશે
વિધાનસભાના 182 મતક્ષેત્રોમાં ઉમેદવારો શોધવા અને એક રીતે ટિકિટવાંચ્છુઓના દાવા સ્વિકારવા ભાજપ ભાઈબીજથી લાભ પાંચમ એમ ત્રણ દિવસ નિરીક્ષકોને મેદાને ઉતારશે. ગુજરાત પ્રદેશ ભાજપે નિરીક્ષકોના નામો કે ટીમની જાહેરાત કર્યા વગર જ ગુરૂવારે પદાધિકારી, કાર્યકરોની સેન્સ મેળવવાની પ્રક્રિયા માટે 27, 28 અને 29 એમ ત્રણ દિવસ જે તે જિલ્લામાં જશે એમ જાહેર કરતા ચૂંટણી લડવા ઈચ્છતા નેતાઓમાં સળવળાટ પ્રસર્યો છે. ભાજપ દ્વારા 1લી નવેમ્બરે 182 બેઠકોમાં બેઠકદિઠ એક સ્થળે 20 હજાર કાર્યકરોનુ એમ કુલ 40 લાખ કાર્યકરોના સ્નેહમિલન કાર્યક્રમો યોજાશે. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધશે.

અન્ય સમાચારો પણ છે...