મોર્નિંગ ન્યૂઝ બ્રીફએશિયા કપમાં સુપર-4માં ભારત-પાક.ની ટક્કર:આજે અમિત શાહ 36મી નેશનલ ગેમ્સનો મેસ્કોટ અને એન્થમ લોન્ચ કરશે, રાજકોટમાં કેજરીવાલે ઘરે ઘરે AAPના ગેરંટી કાર્ડ આપ્યા

એક મહિનો પહેલા

નમસ્કાર,
આજે રવિવાર, તારીખ 4 સપ્ટેમ્બર, ભાદરવા સુદ આઠમ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1)એશિયા કપની સુપર-4 મેચમાં આજે ભારત અને પાકિસ્તાનની ટક્કર થશે
2) કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે 36મી નેશનલ ગેમ્સનો મેસ્કોટ અને એન્થમ લોન્ચ કરશે
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ગૃહમંત્રીને 'ડ્રગ્સ સંઘવી' કહેતા AAPના પ્રદેશ અધ્યક્ષ સામે સુરતમાં બદનક્ષીની ફરિયાદ, ભાજપ પ્રદેશ પ્રમુખને પણ 'બૂટલેગર' કહ્યા હતા
આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સતત શાબ્દિક પ્રહારો થઈ રહ્યા છે. સુરતમાં આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' તરીકે સંબોધતા ઉમરા પોલીસ સ્ટેશનમાં બદનક્ષીની ફરિયાદ નોંધાઈ છે. ઉમરા પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ઈટાલીયાએ ભાજપના પ્રદેશ પ્રમુખને પણ 'બૂટલેગર' તરીકે સંબોધન કર્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

2) હવે પોલેન્ડમાં ભારતીય પર જાતિવાદી હુમલો, ભારતીયને કહ્યું- તમે ગોરા લોકોના દેશમાં શા માટે આવો છો? તમે પાછા જાઓ ? પોલેન્ડથી સામે આવ્યો વીડિયો
અમેરિકામાં ભારતીયો પર હુમલા અટકવાનું નામ લઈ રહ્યું નથી. તેમના પર દરરોજ જાતિવાદી ટિપ્પણીઓ થઈ રહી છે. છેલ્લા અઠવાડિયામાં આવા ત્રણ કિસ્સા સામે આવ્યા છે, જેના વીડિયો પણ વાયરલ થયા છે. હાલનો મામલો પોલેન્ડનો છે. જો કે, અહીં પણ એક અમેરિકન નાગરિક એક ભારતીય પર જાતિવાદી ટિપ્પણી કરી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

3) જૂની પેન્શન સ્કીમ સહિતના મુદ્દે રાજ્યમાં આંદોલન:અમદાવાદમાં ગાંધી આશ્રમથી કલેક્ટર કચેરી સુધી વિવિધ કર્મચારી મંડળ ઉમટ્યા, 1 કિમી લાંબી રેલી
રાજ્યમાં આજે જુદા-જુદા કર્મચારી મંડળો દ્વારા જૂની પેન્શન સ્કીમ સહિતની માગ સાથે આંદોલન કર્યું હતું. અમદાવાદમાં ગાંધી આશ્રમથી કલેક્ટર કચેરી સુધી 1 કિમી જેટલી લાંબી રેલી યોજી હતી, કલેક્ટર કચેરી બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો કલેક્ટર કચેરીના દરવાજા બંધ કરાયા હતા.
વાંચો સમાચાર વિગતવાર

4) રાજકોટમાં ચૂંટણી પ્રચાર શરૂ, કેજરીવાલે ઘરે ઘરે જઈને AAPના ગેરંટી કાર્ડ આપ્યા, વડીલોના ચરણોમાં શિશ ઝુકાવી મત માંગ્યા
રાજકોટમાં દિલ્હીના CM અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. ઘરે ઘરે જઈને AAPના ગેરંટી કાર્ડ આપી વડીલોના ચરણોમાં શિશ ઝુકાવી લોકોને AAPને મતદાન કરવા અપીલ કરી હતી. સવારે ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સુર્યાએ એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી રેલી યોજી હતી તો સાંજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.
વાંચો સમાચાર વિગતવાર

5) ડીસામાં લવ જેહાદ સામે અભૂતપૂર્વ વિરોધ પ્રદર્શન; શહેર સજ્જડ બંધ, 3 કિલોમીટર લાંબી રેલીમાં 15 હજારથી વધુ લોકો જોડાયા
ડીસામાં હિન્દુ યુવતીને લવ જેહાદમાં ફસાવી તેના પરિવારજનોને ધર્માંતરણ કરાવવાના મુદ્દે સમગ્ર હિન્દુ સમાજમાં આક્રોશ ફેલાયો હતો. જેને લઈને શનિવારે ડીસામાં સજ્જડ બંધના એલાન સાથે અભૂતપૂર્વ આક્રોશ રેલી નીકળી હતી. રેલીને લઘુમતી સમાજના વિસ્તારમાં જતી અટકાવવા પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

6) ઉદ્ધવ પછી હવે નીતિશની પાર્ટીમાં પણ ફૂટ, JDUના 6માંથી 5 MLA બીજેપીમાં સામેલ, પાર્ટીએ NDA ગઠબંધન છોડવાના નિર્ણયથી નારાજ
પટનામાં શનિવારે JDUની રાષ્ટ્રીય કાર્યકારી બેઠક થાય તે પહેલાં જ પાર્ટીને જોરદાર ઝટકો લાગ્યો છે. મણિપુરમાં JDUના 6માંથી 5 ધારાસભ્યોએ પક્ષપલટો કરી લીધો છે. તે પાંચેય સભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા છે. નોંધનીય છે કે, 2 મહિના પહેલાં એકનાથ શિંદે શિવસેનાના અમુક બળવાખોર ધારાસભ્યો સાથે પાર્ટીથી અલગ થયા હતા અને ત્યારપછી બીજેપી સાથે મળીને સરકાર બનાવી દીધી હતી.
વાંચો સમાચાર વિગતવાર

7) સોનાલી ફોગાટના PA સુધીરે કબૂલ્યું, કહ્યું- ગોવામાં કોઈ શૂટિંગ નહોતું, મેં જ કાવતરું ઘડીને તેને મારી નાંખી
સોનાલી ફોગાટ હત્યા કેસના મુખ્ય આરોપી સુધીર સાંગવાને રિમાન્ડ દરમિયાન પોતાનો ગુનો કબૂલી લીધો છે. આરોપીએ હત્યાનું કાવતરું ઘડ્યાની પણ કબૂલાત કરી છે. જો કે, ગોવાના DGP જસપાલ સિંહે આ વાતને નકારી કાઢી છે. તેમનું કહેવું છે કે સુધીરે આવી કોઈ વાતને સ્વીકારી નથી. જો આવી કોઈ માહિતી હશે તો મીડિયાને જાણ કરવામાં આવશે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) કર્ણાટકના BJPના MLAએ મહિલા સાથે કર્યુ ગેરવર્તન કરી અપશબ્દો કહ્યા ને પોલીસે કસ્ટડીમાં લીધા; દીવાલ મુદ્દે ફરિયાદ કરવા ગયા હતા
2) ભાજપના નેતાઓની દાદાગીરી, એરપોર્ટની ATC ઓફિસમાં ઘુસ્યા, ભાજપના 2 સાંસદ સહિત 9 નેતાઓની વિરુદ્ધ FIR
3) પેકેજ બાદ કાર્યવાહી શરૂ, પોલીસ ગ્રેડ પે મામલે પોલીસ પરિવારની મહિલાઓને ઉશ્કેરવા બદલ અરવલ્લીના ASI જયદીપસિંહ સસ્પેન્ડ
4) ઈટાલિયાએ રાજકોટમાં કહ્યું- ગૃહમંત્રીએ FIR કરવાનું હિત સમજ્યું હોય તો હું આશા રાખું છું કે, ભગવાન ગણપતિ સદબુદ્ધિ આપે
5) રાજકોટમાં તેજસ્વી સુર્યાએ કહ્યું- ગુજરાતની પુણ્ય ધરતીમાં રેવડી-બેવડી પોલિટિક્સને યુવાનોએ 1 ઇંચ જગ્યા આપી નથી
6) વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ખાનગી શાળાઓ છોડી 75 વિદ્યાર્થીઓ પરત ફર્યા, એક ખાનગી શાળા બંધ થવાની અણી પર
7) સુરતના કામરેજમાં માલધારી સમાજના સમર્થનમાં કોંગ્રેસનું ધરણા પ્રદર્શન, કોંગી આગેવાનોની પોલીસે અટકાયત કરી
8) અમદાવાદમાં નકલી સહીથી લોન મેળવી કરોડોની છેતરપિંડીમાં બે આરોપી ઝડપાયા, ગુજરાત મર્કેન્ટાઈલ કો.ઓ. બેંકના મેનેજર ફરાર
9) રાજકોટમાં કેજરીવાલના ભાજપ પર પ્રહાર,‘જે લોકો એમ કહેશે કે, અમે AAPને મત આપીશું તો તેના પર હુમલા કરાવશે’

આજનો ઈતિહાસ
વર્ષ 1967માં આજના દિવસે મહારાષ્ટ્રના કાયના ડેમમાં 6.5 તિવ્રતાના ભૂકંપ આવ્યો હતો, જેના કારણે 200થી વધુ લોકોના મોત થયા હતા.

આજનો સુવિચાર
સ્પષ્ટતા આપવામાં સમયનો વ્યય ના કરશો. લોકો એ જ સાંભળશે જે તેઓ સાંભળવા માંગે છે.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...