કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ શનિવારથી ગુજરાતના બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વિવિધ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે.શનિવારના શાહ ગાંધીનગર સ્વર્ણિમ પાર્ક 1 ખાતે ભારતીય ડેરી એસોસિએશન દ્વારા આયોજિત 49મા ડેરી ઉદ્યોગ સંમેલનમાં હાજરી આપશે. બાદમાં ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિની બેઠકમાં હાજરી આપશે.
તેઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે બપોરે મફત ભોજન અભિયાનનો પ્રારંભ કરાવશે. ગાંધીનગર બાદ નારદીપુર તળાવનું ઉદધાટન અને કલોલના વિવિધ વિકાસ કાર્યોનું શિલાન્યાસ અને ઈ-લોકાર્પણ કરશે. રવિવારે જૂનાગઢના APMC દોલતપરા ખાતે કૃષિ શિબિરમાં ગૃહમંત્રી જૂનાગઢ જિલ્લા બેંક હેડક્વાર્ટરનો શિલાન્યાસ કરશે અને સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના અને સોમનાથ ટ્રસ્ટની મોબાઈલ એપ લોન્ચ કરીને વિવિધ વિકાસ કાર્યોનું ઈ-ઉદધાટન કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.