અમદાવાદ / GTU પરીક્ષા મામલે અમિત ચાવડાનો શિક્ષણમંત્રીને પત્ર, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ હાલ મોકૂફ છે તો GTUની કેમ?

અમિત ચાવડાની ફાઈલ તસવીર
અમિત ચાવડાની ફાઈલ તસવીર
X
અમિત ચાવડાની ફાઈલ તસવીરઅમિત ચાવડાની ફાઈલ તસવીર

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 08:20 PM IST

અમદાવાદ. સમગ્ર વિશ્વ મહામારી કોરોનાનો સામનો કરી રહ્યું છે, ત્યારે સમગ્ર ગુજરાત પણ કોરોનાની ઝપેટમાં આવી ગયું છે. જેને પગલે યુનિવર્સિટીની પરીક્ષાઓ લઈ શકાય નથી. ખાસ કરીને 2 જૂલાઈએ યોજાનારી GTUની પરીક્ષાને લઈ હાલ વિવાદ વકરી રહ્યો છે. તેમજ વિદ્યાર્થીઓ પરીક્ષા રદ કરવાની માગ કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓની સાથે સાથે આ મામલે આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખ્યો છે. જેમાં તેમણે અનેક સવાલો ઉઠાવતા લખ્યું કે GPSC સહિતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ છે તો GTUની પરીક્ષાઓ કેમ?.

પરીક્ષા માટે સોશિયલ ડિસ્ટન્સિગ-ટેકનિકલ સંશાધનો ઉપલબ્ધ હોવા ખુબજ જરૂરી
તેઓ આગળ લખે છે કે, ગુજરાત સરકાર દ્વારા UGCની ગાઈડ લાઈન તથા તેને નીમેલી પરીક્ષા અંગેની વિશિષ્ટ કમિટી દ્વારા પણ જુદા જુદા વિભાગોમાં જુદા જુદા વર્ષ અને જુદી જુદી યુનિવર્સિટીઓ માટે પરીક્ષાઓ ‘મેરિટ બેઝ પ્રોગ્રેશન’ જાહેર કરેલ છે. કોરોના સંક્રમણ અંગેની વિશેષ ગાઈડલાઈન તથા તે અંગે ન જળવાતા સોશિયલ ડિસ્ટન્સિગ તથા જરૂરી ટેકનિકલ સંશાધનો ઉપલબ્ધ હોવા ખુબજ જરૂરી છે. જે રીતે ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીએ જુદા જુદા ત્રણ સ્તરે પરીક્ષા યોજવાની જાહેરાત કરી છે. જેમમાં ઓન લાઈન પરીક્ષા, ઓફ લાઈન પરીક્ષા તથા કોરોના સક્રમણમાંથી મુક્ત થયા પછી પરીક્ષા આપવાની વિદ્યાર્થીઓ માટે જે યોજના મુકવામાં આવી છે તે વાસ્તવિક રીતે અનુકુળ નથી. 

ઓન લાઈન પરીક્ષા માટે આ 6 સમસ્યા અડચણરૂપ
પહેલા ઓન લાઈન પરીક્ષાની વાત કરીએ તો ઓન લાઈન પરીક્ષા માટેની જે ગાઈડ લાઈન GTU દ્વારા આપવામાં આવી છે તે શરતો બધા વિદ્યાર્થીઓને અનુકુળ હોવી અસંભવ છે.(1) ગુજરાતમાં જ મોટા શહેરોમાં માંડ 3જી અને 4જી નેટવર્ક પકડાય છે ત્યાં નાના તાલુકા મથકોએ સંભવ નથી, (2) જે સ્પીડ નેટવર્ક માટે માંગવામાં આવી છે તે પણ ક્યાંય ઉપલબ્ધ નથી.(૩)વિદ્યાર્થી પાસે ફરજીયાત કોમ્પ્યુટર હોવુ જરૂરી છે પરંતુ અત્યારની સ્થિતિમાં બધા વિદ્યાર્થીઓ પાસે કોમ્પ્યુટર ના પણ હોય, (4) આ બધી સગવડ પછી પણ ઈલેક્ટ્રીસિટી સપ્લાય પણ જરૂરી છે. અત્યારે ચોમાસાની સીઝન છે. વરસાદ કે વાવાઝોડામાં ઈલેક્ટ્રીસિટી સપ્લાયમાં ખલેલ આવી શકે છે, (5) ઈન્ટરનેટ દ્વારા અપલોડ અને ડાઉનલોડ સ્પીડ પણ પોતાની ઉત્તરવહી સબમિટ કરવા માટે જરૂરી છે અને વચ્ચે ક્યાંક થોડી પણ ઈન્ટરનેટની ટેકનિકલ ક્ષતિ આવે તો પણ ઉત્તરવહી આપોઆપ સબમિટ થઈ જવાની સંભાવના રહેલી છે,(6) જુદી જુદી કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ લોકડાઉનના સમયગાળા દરમ્યાન પોતપોતાના ઘરે છે અત્યારે તમામ હોસ્ટેલ, PG તથા અન્ય રહેઠાણ માટેની જાહેર સગવડો સરકારના ધારાધોરણ મુજબ જ બંધ છે. જે પોતાના વતનમાં જ રોકાયેલા વિદ્યાર્થીઓ કેવી રીતે પરીક્ષા આપશે તે પણ એક પ્રશ્ન છે એટલે આ અંગે તાત્કાલિક અસરથી વિદ્યાર્થીઓના હિતમાં તંદુરસ્ત નિર્ણય થાય જે વિદ્યાર્થીઓના હિતમાં હોય અને સર્વગ્રાહી હોય.
    

કોલેજમાં સ્થળની અને ક્લાસ રૂમની વ્યવસ્થા કરવી મુશ્કેલ
હવે ઓફલાઈન પરીક્ષાની વાત કરીએ તો વર્ગ ખંડની અંદર દરેક વિદ્યાર્થી માત્ર થર્મલ સ્કેનરના આધારે એ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ કે નેગેટિવ નક્કી કરી શકાતું નથી જે ICMRની ગાઈડ લાઈન જ જણાવે છે. જેથી કોલેજમાં સ્થળની વ્યવસ્થા કરવી, ક્લાસ રૂમની વ્યવસ્થા કરવી, કલાસ રૂમમાં બેઠક વ્યવસ્થામાં પણ ફિઝીકલ ડીસ્ટન્સિગ જળવાય તે રીતે વ્યવસ્થા કરવી પડે સાથેસાથે CCTVની વ્યવસ્થા તથા જરૂરી તમામ તકેદારીના પગલા આ સમયમાં વ્યવસ્થા કરવી ખુબજ કઠીન છે અને ભુલેચુકે કોઈ એક સંક્રમિત વિદ્યાર્થી પણ આવી જાય તો ક્લાસરૂમના તમામ પરીક્ષાર્થીઓને ક્વોરન્ટીન પોલિસી પ્રમાણે પણ તાત્કાલિક ક્વોરન્ટીન કરવા પડે આ બધી અનેક વિટંબણાઓ વચ્ચે માત્ર GTU શા માટે મમત રાખી રહી છે તે સમજાતુ નથી. વહીવટમાં બેઠેલી વ્યક્તિએ પોતાનો અહમ નહી પરંતુ વિદ્યાર્થીઓનો જાહેર હિત વિચારવુ પડે. સાથેસાથે જે પરીક્ષા યોજવા માટેના સત્તા મંડળો છે એ સત્તા મંડળો પણ પોતાની મીટીંગ ઓનલાઈન યોજી રહી છે. વડાપ્રધાન પોતે વીડીયો કોન્ફરન્સથી મીટીંગ લઈ રહ્યા છે, મુખ્યમંત્રી પણ ઓનલાઈન કોન્ફરન્સ યોજી રહ્યા હોય ત્યાં કદાચ ડીજિટલ ઈન્ડિયા અસરકારક રીતે કામ કરી રહ્યું હશે. પરંતુ રાજ્યના વડા તરીકે વાસ્તવિક રીતે સમગ્ર ગુજરાતમાં ડીજિટલ ઈન્ડિયા કે ઈન્ટરનેટની વ્યવસ્થા છે ખરી? અને હા, હોય તો ઉપર દર્શાવેલ અગવડતાઓ અંગે સરકાર અને GTU શું વ્યવસ્થા કરવા માંગે છે તે પણ એક જાગૃત વિપક્ષ તરીકે હું વિદ્યાર્થીઓના હિતમાં ચર્ચા કરવા માંગુ છું.

    
દેશની બીજી બધી ટેટ, નીટ, નેટ, જીસ્લેટ જેવી અનેક પરીક્ષાઓ પણ મોકૂફ
આપ જાણો છો કે, ગુજરાત સરકાર પોતે પોતાના જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, પોલીસ ભરતી બોર્ડ કે GPSC સહિતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ હાલ પુરતી મોકુફ રાખી છે,  સાથે સાથે દેશની બીજી બધી ટેટ, નીટ, નેટ, જીસ્લેટ જેવી અનેક પરીક્ષાઓ પણ મોકુફ છે. તો પછી માત્ર GTU પરીક્ષાઓ કેમ? એ ચર્ચાનો વિષય છે. આ બધી બાબતોની હકારાત્મક તથા ગુજરાતના વિદ્યાર્થીઓના હિતમાં મારી સાથે વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળ સહિત તાત્કાલીક રૂબરૂ મળવા માંગુ છુ, તો સમય આપવા માટે વિનંતિ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી