એક શહેરની બે તસવીર:અમદાવાદમાં વાવાઝોડા વચ્ચે એક તરફ લોકો જીવ બચાવવા પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે અનેક લોકો લટાર મારવા નીકળ્યા

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તાઉ-તે વાવાઝોડા દરમિયાન ઘરવિહોણા લોકો બ્રિજની નીચે આસરો લઈને જીવ બચાવ્યો.
  • બીજી તરફ નાસ્તાની દુકાન પર ટેકઅવે લેવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા.

સમગ્ર ગુજરાતમાં વાવાઝોડાએ ખૂબ અસર દેખાડી છે તેવા સમયે લોકોને ઘરની બહાર કામ વગર ન નીકળવા સૂચના આપવામાં આવી હતી.પરંતુ અમદાવાદમાં બે પ્રકારના લોકો રસ્તા પર હતા. એક કે જેમને રહેવા ઘર નથી અને એક ટક જમવાનું નથી .તો બીજી તરફ લોકો વાવઝોડામાં લટાર મારવા અને નાસ્તાની દુકાન પર ટેકઅવે લેવા માટે મોટી સંખ્યામાં ભેગા થયા હતા.

વાવાઝોડામાં જીવ બચાવવા બ્રિજ નીચે આસરો લીધો
અમદાવાદ શહેરમાં બપોર બાદ ભારે વાવાઝોડાના કારણે વરસાદ અને ભારે પવન મુશ્કેલી સર્જી હતી.જેના કારણે અનેક વૃક્ષ ધરાશાયી થયા છે બીજી તરફ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીના પરિવારજનો પણ મુશ્કેલીમાં હતા. શહેરના શીલજ અને અન્ય વિસ્તરમાં લોખંડના હોર્ડીંગ તૂટી પડ્યા હતા.જ્યારે હાઇવે પર વિઝીબિલિટી ઝીરો થઈ ગઈ હતી. આ દરમિયાન દિવ્યભાસ્કર ગ્રાઉન્ડ રિયાલિટી જાણવા પ્રયાસ કરાયો હતો ત્યારે ઘણા લોકો બ્રિજની નીચે તો કોઈ જાહેર જગ્યાએ વાવાઝોડાથી બચવા પ્રયાસ કરતા હતા.

ઘર ન હોવાથી બ્રિજ નીચે જ સૂઈ જાય છે
આ લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું કે, આ ગરીબ લોકોને કોઈ ઘર બાર નથી કાયમ બ્રિજની નીચે સુઈ રહે છે. સામાન્ય દિવસોમાં કોઈ કામ મળે છે પરંતુ હાલ મીની લોકડાઉન કારણે કામ મળતું નથી એટલે કોઇ જમવા આપી જાય છે.પણ આજે વાવાઝોડાના કારણે કોઈ જમવાનું મળ્યું નથી તો કોઈ સાંજે પણ આવશે એ નક્કી નથી.

વાવાઝોડામાં લટાર મારવા નીકળ્યા લોકો
બીજી તરફ એવા પણ લોકો નજરે ચડ્યા કે જેઓ બિંદાસ રસ્તા પર ફરતા જોવા મળ્યા. તેમના માટે તમામ નિયમો માત્ર કાગળ પર હતા. તેઓ પરિવાર સાથે મિત્ર સાથે બ્રિજની ઉપર રીવરફ્રન્ટ અને અન્ય જગ્યાએ જોવા મળ્યા હતા. આ બધાની વચ્ચે ટેકઅવે જેવી જગ્યાએ પણ ભારે ભીડ જોવા મળી હતી.