તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Amidst The Fear Of Corona And The Excitement Of Valentine's Week, The First Day Of First Year Students In College In Ahmedabad, The Students Said They Will Get New Friends And New Experience.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રીપોર્ટ:કોરોનાના ડર અને વેલેન્ટાઈન વીકના ઉત્સાહ વચ્ચે અમદાવાદમાં ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓનો કોલેજમાં પ્રથમ દિવસ, વિદ્યાર્થીઓએ કહ્યું નવા મિત્રો અને નવો અનુભવ મળશે

અમદાવાદએક મહિનો પહેલા
અમદાવાદમાં કોલેજો શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ઉમંગ જોવા મળ્યો
 • સરકારની સૂચના મુજબ આજથી પહેલા વર્ષના સેમેસ્ટર 2નો કોલેજમાં અભ્યાસ ઓફલાઈન શરૂ થયો છે
 • આજથી ઓફલાઇન ભણતરની સાથે ઘડતર પણ થશેઃ અધ્યાપક

2020ના વર્ષના માર્ચ મહિનાથી કોરોનાનું સંક્રમણ વધવાને કારણે રાજ્યમાં સ્કૂલો અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ કરી દેવામાં આવ્યું હતું અને ઓનલાઈન શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. ત્યારે છેલ્લા 10 મહિનાથી બંધ કોલેજોને સરકારે આજથી ખોલવાની જાહેરાત કરી છે. ત્યારે કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ ઉત્સાહ ભેર પહોંચ્યાં છે. ત્રીજા અને બીજા વર્ષ બાદ આજથી B.A, B.COM સહિત ના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ આજથી કોલેજ શરૂ થતાં ખુશીની લાગણી અનુભવી રહ્યાં છે. કોરોનાના ફિયર અને વેલેન્ટાઈનના ઉત્સાહ વચ્ચે કોલેજના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે કોલેજ આવી રહ્યાં છે. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે આજથી કોલેજ ચાલુ થતા નવા મિત્રો મળશે અને નવું જાણવા મળશે. વેલેન્ટાઈન ડે તો આવે જ છે સાથે ભણવા પર ધ્યાન આપીશું.

વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે આજથી કોલેજ ચાલુ થતા નવા મિત્રો અને નવું જાણવા મળશે
વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે આજથી કોલેજ ચાલુ થતા નવા મિત્રો અને નવું જાણવા મળશે

કોલેજોમાં વેલેન્ટાઈન ડે વિક સાથે અભ્યાસ શરુ થયાનો વિદ્યાર્થીઓમાં ઉત્સાહ
વસ્ત્રાપુરની આર.જે ટીબ્રેવાલ કોલેજની વિદ્યાર્થીની કાનન ગજ્જરે જણાવ્યું હતું કે નવું કેમ્પસ, નવી જગ્યા પર પહેલા દિવસે ખૂબ જ ખુશી થાય છે. નવા મિત્રો મળ્યા અને નવી શરૂઆત છે. ઓનલાઇન કરતા ઓફલાઈન અભ્યાસમાં વધુ જાણવા મળે છે. ઘડતર અને સારો અભ્યાસ ઓફલાઈનમાં થાય છે. જ્યાકે કૃણાલ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં ધો.12નું રિઝલ્ટ આવ્યા બાદ કોલેજમાં એડમિશન શરૂ થયું હતું પરતું કોલેજમાં જવાનું બંધ હતું. ઓનલાઇન અભ્યાસ શરુ થયો હતો. સેમેસ્ટર 1નો ઓનલાઇન અભ્યાસ કર્યો હતો હવે સેમેસ્ટર 2 અમે ઓફલાઇન ભણીશું. વેલેન્ટાઈન ડે વિક સાથે અભ્યાસ શરુ થયો છે જેનો અમને આનંદ છે.

કાનન ગજ્જરે જણાવ્યું હતું કે નવું કેમ્પસ, નવી જગ્યા પર પહેલા દિવસે ખૂબ જ ખુશી થાય છે
કાનન ગજ્જરે જણાવ્યું હતું કે નવું કેમ્પસ, નવી જગ્યા પર પહેલા દિવસે ખૂબ જ ખુશી થાય છે

કોલેજની શરુઆત હોવાથી અભ્યાસ પર ધ્યાન આપવું પણ જરૂરી
સંકેત નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે આજથી પહેલા વર્ષના સેમેસ્ટર 2નો કોલેજમાં અભ્યાસ ઓફલાઈન શરૂ થયો છે. કોલેજમાં આજથી અમે આવ્યા છીએ અને વેલેન્ટાઈન વિકમાં જ કોલેજ શરૂ થઈ છે માટે બેવડી ખુશી છે પરંતુ કોલેજની શરુઆત હોવાથી અભ્યાસ પર ધ્યાન આપવું પણ જરૂરી છે. પ્રોફેસર ચિરાગ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આજથી પ્રથમ વર્ષના વર્ગનો અભ્યાસ શરુ થયા છે. છેલ્લા ઘણા સમયથી ઓનલાઇન અભ્યાસ ચાલતો હતો. હવે આજથી ઓફલાઇન ભણતરની સાથે ઘડતર પણ થશે. ઓનલાઈનમાં વન ટુ વન ઇન્ટ્રેકશન નથી થતા પરંતુ ઓફલાઈન કૉલેજમાં દરેકને એક સાથે પ્રોફેસરો જાણકારી અને જ્ઞાન આપી શકે છે.

પ્રોફેસર ચિરાગ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આજથી ઓફલાઇન ભણતરની સાથે ઘડતર થશે
પ્રોફેસર ચિરાગ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આજથી ઓફલાઇન ભણતરની સાથે ઘડતર થશે

વિદ્યાર્થીઓને ઓનલાઈન કરતાં ઓફલાઈન અભ્યાસમાં વધુ રસ છે
સરકારની સૂચના મુજબ રાજ્યની કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે આજથી શિક્ષણ શરૂ થયું છે. છેલ્લા 7 મહિનાથી ઓનલાઈન શિક્ષણ ચાલુ હતું. વિદ્યાર્થીઓને ઓનલાઈન કરતા ઓફલાઈન અભ્યાસમાં વિદ્યાર્થીઓને વધુ રસ છે. કોરોનાના કેસો ઓછા થતાં ડરનું વાતાવરણ ઓછુ થયું છે. સરકારની SOP મુજબ તૈયારી કરી છે. તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો