તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દર વર્ષે દિવાળી આવે એટલે રાજ્યભરમાંથી અનેક લોકો વેકેશન માણવા વિદેશ જતા રહે છે. ફરવાના શોખીન ગુજરાતીઓ યુરોપ, દુબઈ સહિતના ટૂરિઝમ દેશોનો પ્રવાસ કરતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે વિદેશ જનારા લોકો આ વર્ષે પોતાના વતનમાં જ દિવાળી મનાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. રાજકોટ, સુરત સહિતમાં રહેતા લોકો દિવાળીની રજાઓ માણવા પરિવાર સાથે પોત-પોતાના વતન જવા નીકળી પડ્યા છે.
શું કહે છે સુરતી પ્રવાસી?
શિવમ નાવડિયા (ડાયમંડ એક્સપોર્ટર)એ જણાવ્યું હતું કે હાલ વિશ્વમાં ચાલી રહેલી મહામારીને લઈ પાંચ વર્ષ બાદ દિવાળી અને નવા વર્ષનો પ્રવાસ રદ કરી વતનમાં દિવાળી મનાવી રહ્યા છે. છેલ્લાં પાંચ વર્ષમાં લગભગ 5-6 દેશના 15થી વધુ વાર પ્રવાસ કરનારા શિવમે જણાવ્યું હતું કે આ એક સમય ખૂબ જ કપરો છે અને તમામે સાથે રહીને આ મહામારી સામે લડવાનું છે. આગામી શિયાળાની ઋતુમાં આ મહામારીના કેસ વધી શકે છે એવો નિષ્ણાતોનો અભિપ્રાય છે, એટલે તમામ લોકોએ સાવચેતીપૂર્વક ચાલવાની જરૂર છે. મારી તમામ મિત્રોને એક જ સૂચના છે કે ઘરમાં રહો અને સુરક્ષિત રહોના ઉદ્દેશ સાથે તહેવારની ઉજવણી કરો, એ જ આપણા માટે એક નવું જીવનદાન કહી શકાય છે.
શું કહે છે રાજકોટના પ્રવાસી?
રાજકોટ બિલ્ડર એસોસિયેશનના પ્રમુખ પરેશ ગજેરાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દર વખતે અમે એબ્રોડ જતા હોઈએ છીએ. આ બધું એડવાન્સ પ્લાનિંગ થઈ ગયું હોય છે, પરંતુ કોરોનાને કારણે ઘણાં વર્ષો પછી આ વર્ષે એવી દિવાળી છે કે વતનમાં જ મનાવી રહ્યા છીએ પરિવાર સાથે. હું દિવાળી મારા વતનમાં જ ઊજવવાનો છું અને દિવાળી વેકેશન મારું અહીં ફાર્મ હાઉસ છે, ત્યાં જ મનાવવાનો છું. ગયા વર્ષે હું યુરોપ ગયો હતો. ઘરના બધા જ લોકો એક જ વાતમાં એગ્રી થયા છે કે જ્યાં સુધી આ મહામારી હળવી ન થાય અને કોરોનાની કોઈ વેક્સિન ન આવી જાય ત્યાં સુધી આપણે ક્યાંય જવું નથી. મારા ઘરમાં બાળકો અને મારા મધર-ફાધર છે, એટલે તેમનું ધ્યાન રાખીશું. મારા ફ્રેન્ડ સર્કલ સાથે ફાર્મ હાઉસમાં જ રહી એન્જોય કરીશું અને ડીજેના તાલે નાચીશુ. મિત્રો સાથે હોય એટલે વતન ફોરેન જ હોય.
શું કહે છે અમદાવાદી પ્રવાસી?
જ્યારે કમલેશભાઈએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લે ફેબ્રુઆરીમાં થાઈલેન્ડ અને દુબઇ ફરવા ગયા હતા. આ વર્ષે દિવાળીમાં યુરોપ ફરવા જવાનો પ્લાન હતો, પરંતુ કોરોના મહામારીને કારણે તેઓ ફરવા માટે ક્યાંય ગયા નથી. આ વર્ષે તેઓ દિવાળી ઘરે પરિવાર સાથે મનાવશે. મહામારીને ધ્યાનમાં રાખી સાવચેતી માટે તેઓ આ વર્ષે અમદાવાદમાં જ દિવાળી ઊજવી રહ્યા છે, સાથે જ અમદાવાદના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક ગુણવંતભાઈ ઠક્કર દર વર્ષે દિવાળીમાં બહારગામ ફરવા જાય છે. આ વર્ષે તેઓ દિવાળીમાં દુબઇ ફરવા જવાના હતા, પરંતુ હાલમાં તેઓ પોતાના વતન પાટણ ખાતે તહેવાર મનાવવા ગયા છે. દર વર્ષ કરતાં આ વખતે એક અલગ રીતે પરિવાર સાથે તેઓ વતનમાં દિવાળી ઊજવી રહ્યા છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.