કરફ્યૂ વચ્ચે પરીક્ષા:અમદાવાદમાં કરફ્યૂ વચ્ચે CAની પરીક્ષા પૂર્વનિર્ધારીત શિડ્યૂલ મુજબ યોજાશે, ICAIએ કહ્યું તમામ 19 સેન્ટર પર યોગ્ય વ્યવસ્થા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવદ શહેરમાં કર્ફ્યુ દરમિયાન અમદાવાદથી સીએ પરીક્ષાના તમામ ઉમેદવારોને 21 અને 22 નવેમ્બરના રોજ પરીક્ષા માટે જવાની મંજૂરી આપવામાં આવી છે.

આઇસીએઆઈ (ICAI) અમદાવાદના અધ્યક્ષ સીએ ફેનીલ શાહે જણાવ્યું હતું કે, અમદાવદ શહેરમાં 19 સેન્ટરો પર તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જ્યાં આશરે 2500 થી 3000 વિદ્યાર્થીઓ 21 મીએ સીએ ફાઇનલ અને 22 મીએ ઇન્ટરમીડિએટ માટે પરીક્ષા આપશે.

ICAIના સેન્ટ્રલ કાઉન્સિલના સભ્ય સી.એ. અનિકેત તલાટીએ ઉમેર્યું હતું કે, નવેમ્બર 2020 આઇસીએઆઈની પરીક્ષાઓ 21 નવેમ્બર 2020થી વૈશ્વિક સ્તરે 1085+ પરીક્ષા કેન્દ્રોમાં યોજાનાર છે. COVID-19ની અસરને સમજતાં, ICAIએ પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે 21 મી જાન્યુઆરી 2021થી મે 2021ની પરીક્ષા ઉપરાંત અલગ પરીક્ષા પણ લેવામાં આવશે.

ICAIઅમદાવાદના અધ્યક્ષ સી.એ.ફેનીલ શાહે વધુમાં જણાવ્યું કે, COVID-19થી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને, ICAIએ કેટલીક ખાસ સુવિધા આપી છે જેમાં તે તેની પરીક્ષાના અંતિમ સમય સુધી ગમે ત્યારે બહાર નીકળી શકે છે. તેમજ આગામી પરીક્ષા જાન્યુઆરી 2021માં હાજર રહેશે અથવા મે 2021 અને તે માટે ઓનલાઇન વિંડોની સુવિધા આપવામાં આવી છે.