તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કમાણીનો રસ્તો:સ્કૂલો ખોટમાં ચાલતી હોવાના દાવા વચ્ચે 81 સંચાલકે નવી સ્કૂલ માટે મંજૂરી માગી

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ પરમાર
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગત વર્ષની સરખામણીએ નવી સ્કૂલ માટેની અરજીમાં લગભગ બમણો વધારો
  • 108 સ્કૂલે ક્લાસમાં વધારાની અરજી કરતાં 15 ટકા સ્કૂલ બંધ થવાના સંચાલકોના દાવા સામે શંકા

સંચાલકોએ દાવો કર્યો હતો કે વાલીઓએ પૂરતી ફી ન ભરી હોવાથી 15 ટકા સ્કૂલો બંધ કરી વેચવા માટે મૂકી છે. પરંતુ છેલ્લા બે વર્ષના કોરોનાકાળ દરમિયાન માત્ર અમદાવાદ શહેરમાં 81 સંચાલકોએ નવી સ્કૂલોની મંજૂરી માટે અરજી કરી હતી, જ્યારે 108 સ્કૂલોએ વર્ગ વધારો માગ્યો હતો. વર્ષ 2019-20માં 43 જ્યારે વર્ષ 2020-21માં 81 સંચાલકોએ નવી સ્કૂલની મંજૂરી માટે અરજી કરી હતી.

કોરોનાને કારણે સ્કૂલોના તમામ વર્ગો ઓનલાઇન ચાલતા હતા. સરકારે વાલીઓ વાલીઓને સ્કૂલ ફીમાં 25 ટકા રાહત આપી હતી. ખાનગી સ્કૂલ સંચાલકો તરફથી આ પહેલા દાવો કરાયો હતો કે સરકારે આપેલી ફી માફી અને ઘણા વાલીઓએ ફી ન ભરી હોવાથી ઘણી સ્કૂલોને ખોટ ગઇ છે. આ ખોટને પૂરવા સંચાલકોએ સ્કૂલો વેચવા કાઢી છે. સ્કૂલો ખોટમાં જતી હોય તો સંચાલકો નવી સ્કૂલો અને વર્ગ વધારાની મંજૂરી શા માટે માંગે, માત્ર શહેરમાંથી છેલ્લા બે વર્ષમાં 81 સંચાલકોએ નવી સ્કૂલો માટે મંજૂરી માગી હતી. મંજૂરીને લઇને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા લોકોમાં જ ચર્ચા છે કે જો શૈક્ષણિક વર્ષ 2019-20 અને 2020-21માં ફીના અભાવે સ્કૂલોએ ખોટ સહન કરવી પડી હોય તો આટલા નવા લોકોએ શા માટે નવી સ્કૂલ માટે મંજૂરી માગી?

અંગ્રેજી માધ્યમની સૌથી વધુ 65 સ્કૂલ માટે મંજૂરી માગી
છેલ્લા બે વર્ષ દરમિયાન સૌથી વધુ અંગ્રેજી માધ્યમની 65 સ્કૂલો માટેની મંજૂરી માગવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, વર્ષ 2019-20માં 36 અને 2020-21 માં 29 સંચાલકોએ અંગ્રેજી માધ્યમની સ્કૂલ માટે મંજૂરી માગી હતી. અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ભણાવવાનો ઝોક વધતા માગ પણ વધી છે.

માધ્યમ પ્રમાણે માગેલી મંજૂરી

વર્ષઅંગ્રેજીગુજરાતીહિન્દી
2019-203661
2020-212972
અન્ય સમાચારો પણ છે...