તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:સરકારની સૂચના છતાં AMCએ TDR પોલિસી લાગુ ન કરતાં 2700 હેરિટેજ મકાનો સામે જોખમ

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
  • અમદાવાદમાં આવેલા હેરિટેજ મકાનોની સંયુક્ત TDR વેલ્યુ રૂ.500 કરોડથી પણ વધુ થાય છે
  • હેરિટેજ મકાનોના માલિકો પાસે રિનોવેશન માટે રૂપિયા નહીં હોવાની 1200થી વધુ અરજી મ્યુનિ.ને મળી છે

રાજ્ય સરકારે હેરિટેજ મકાનોની જાળવણી થઈ શકે તે ઉદ્દેશથી વર્ષ 2015-16 દરમિયાન ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટ્સ (TDR) પોલીસી અમલમાં મૂકી હતી. જોકે પોલિસીને 6 વર્ષ વીતી જવા છતા તેનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમલ શરૂ થયો નથી. શહેરના કોટ વિસ્તારમાં 2700થી વધુ હાઈ હેરિટેજ વેલ્યુ ધરાવતા માકાનો તેમજ ઈમારતો છે. ટીડીઆર પોલિસીનો અમલ કરવામાં આવે તે માટે મ્યુનિ. પાસે 1200થી વધુ અરજી આવી છે. કેટલાક હેરિટેજ મકાનોના માલિકો પાસે મકાનના રિનોવેશન અથવા રિસ્ટોરેશન માટે રૂપિયા નથી. જો. ટીડીઆર પોલિસી અમલમાં આવે તો મકાન માલિકો ટીડીઆર સર્ટિફિકેટ વટાવી હેરિટેજ વારસાને જાળવી શકે.

યુનેસ્કોએ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કર્યું છે ત્યારે શહેરના વારસા સમાન જૂના હેરિટેજ મકાનોનું અસ્તિત્વ જ જોખમમાં છે. રાજ્ય સરકારની હેરિટેજ પોલિસી જાહેર થઈ ત્યારે સરકારે રાજ્યની ઐતિહાસિક ઈમારતોની જાળવણી અને જતન થાય તેના ઉપર ભાર મૂક્યો હતો. પોલિસીમાં હેરિટેજ મકાનોના સંવર્ધન માટે ટીડીઆરનો સમાવેશ કરાયો હતો. ટીડીઆર સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા પ્રમાણમાં ખર્ચાળ અને આંટીઘૂંટીવાળી હોવાથી અત્યાર સુધી અમદાવાદના કોટ વિસ્તારમાંથી 30 જેટલા હેરિટેજ મકાનોને જ ટીડીઆર સર્ટિફિકેટ મળી શક્યા છે. એક અંદાજ મુજબ કોટ વિસ્તારના કુલ હેરિટેજ મકાનોની ક્યુમ્યુલેટિવ ટીડીઆર વેલ્યુ 500 કરોડ રૂપિયા કરતા વધુની છે.

TDRને આધારે FSI મળતી હોય છે
હેરિટેજ વેલ્યુ આધારે મકાનના ક્ષેત્રફળ મુજબ ટીડીઆર સર્ટિફિકેટ મળે છે. આ સર્ટિફિકેટના આધારે મકાન માલિકને એફએસઆઈ મળે છે. બિલ્ડરો આ ટીડીઆર વટાવી શકે છે. જેની સામે માલિકે બિલ્ડરને રિસ્ટોરેશન કમ્પ્લિશન માટેનું સર્ટિફિકેટ પણ આપવુ પડે છે.

સિંગલ વિન્ડોથી ભ્રષ્ટાચાર અટકશે
મકાન માલિકે હેરિટેજ મકાનોના રિનોવેશન માટે અત્યાર સુધી રોડ લાઈન, ઝોનિંગ સર્ટિફિકેટ, પ્રોપર્ટી ટેક્સ અને હેરિટેજ વિભાગનો અભિપ્રાય લેવા ધક્કા ખાવા પડતા હતા. જોકે હવે સિંગલ વિન્ડોથી એજન્ટ પ્રથા બંધ થશે અને ભ્રષ્ટાચાર અટકશે.

હેરિટેજ બિલ્ડિંગની કેટેગરી પડાઈ છે

  • 99 ઐતિહાસિક ઈમારતો જેની હાઈ હેરિટેજ વેલ્યુ છે, સરકાર અથવા ટ્રસ્ટના તાબા હેઠળની મિલકતો
  • A અને 2B 30 ટકા 552 ટિમ્બર હવેલી-વુડન કાર્વિંગવાળા મકાનો
  • 20 ટકા 1596 હાઈ હેરિટેજ વેલ્યુ નથી પણ પૌરાણિક હોય

TDRની ફાઈલ ખર્ચાળ હોય છે
ટીડીઆર સર્ટિફિકેટ મેળવવા મકાન માલિકે ફાઈલ તૈયાર કરવી પડે જેમાં મકાનનો લે-આઉટ અને આર્કિટેક્ચરલ ડ્રોઈંગ મ્યુનિ. માં રજૂ કરવાનું હોય છે. આ તૈયાર કરવા આર્કિટેકના કન્સલટેશન માટે લાખો રૂપિયા ચૂકવવા પડે છે. આ હેરિટેજ મકાનોમાં મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગના લોકો રહે છે તેમના માટે ખર્ચનો આર્થિક બોજો ઉઠાવવો મુશ્કેલ હોય છે.

અન્ય સમાચારો પણ છે...