તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખુશીનો પ્રસંગ:અમદાવાદના ઓઢવ શિશુગૃહની 5 વર્ષની દિકરી અર્પિતાને અમેરિકન દંપત્તિએ દત્તક લીધી

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
અર્પિતાને લઈને અમે ખુશ છીએઃ અમેરિકન દંપત્તિ - Divya Bhaskar
અર્પિતાને લઈને અમે ખુશ છીએઃ અમેરિકન દંપત્તિ
  • હવે અર્પિતાને પરિવારનો પ્રેમ અને હૂંફ મળશે – અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે
  • દીકરીને દત્તક લઈ હું ખુબ ખુશ છું – નાથન ટાઉનસન

અમદાવાદના ઓઢવ ખાતેના શિશુગૃહ ખાતે 5 વર્ષની અર્પિતા અર્પિતા નામની દીકરીને અમેરિકન દંપત્તિ- નાથન અને જેસિકાએ દત્તક લીધી છે. સોમવારે ઓઢવ શિશુ ગૃહ ખાતે ભાવસભર વાતાવરણમાં યોજોયેલા આ દિકરીને દત્તક લેવાના કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

અમેરિકન દંપત્તિએ અર્પિતાનું નામ જોય રાખ્યું
અમેરિકન દંપત્તિએ અર્પિતાનું નામ જોય રાખ્યું

હું દીકરીને દત્તક લઈને ખુબ ખુશ છું: જિલ્લા કલેક્ટર
આ પ્રસંગે અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ કહ્યું કે, અમેરિકન દંપત્તિને દીકરી દત્તક લેવા બદલ હું અભિનંદન પાઠવું છું અને મને વિશ્વાસ છે કે હવે અર્પિતાનું ભાવિ વધુ સુરક્ષિત બનશે. હવે અર્પિતાને પરિવારનો પ્રેમ અને હૂંફ મળશે.

કલેક્ટરે કહ્યું હવે દિકરીને પરિવારની હૂંફ મળશે
કલેક્ટરે કહ્યું હવે દિકરીને પરિવારની હૂંફ મળશે

દીકરીને દત્તક લઈને ખુબ ખુશ છીએઃ અમેરિકન દંપત્તિ
દીકરીને દત્તક પ્રક્રિયા લેવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મીડીયા સાથેની વાતચીતમાં નાથને રાજીપો વ્યક્ત કરતા કહ્યું કે, હું દીકરીને દત્તક લઈને ખુબ ખુશ છું. 5 વર્ષની અર્પિતા ગાંધીનગર ખાતેથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ તેનો ઉછેર ઓઢવ ખાતેના શિશુગૃહમાં કરવામાં આવ્યો હતો. અમેરિકન દંપત્તિએ અર્પિતાનું નામ જૉય રાખ્યું છે.

મહારાષ્ટ્રના દંપતીએ કર્તવ્યને દત્તક લીધો
મહારાષ્ટ્રના દંપતીએ કર્તવ્યને દત્તક લીધો

10 મહિનાના ‘કર્તવ્ય’ને મહારાષ્ટ્રના દંપતીએ દત્તક લીધો
અમદાવાદ જિલ્લા બાળક સુરક્ષા એકમ અને સમાજ સુરક્ષા કચેરીના સંયુક્ત પ્રયાસો અને દેખરેખ હેઠળ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેના માર્ગદર્શનથી શિશુગૃહમાં રહેતા દસ મહિનાના ‘કર્તવ્ય’ને માતા-પિતાની છત્રછાયા મળી છે. તેને મહારાષ્ટ્રના દંપતીએ દત્તક લીધો હતો