ભાસ્કર એનાલિસિસ:સોનું ઝડપી રૂ.1300 વધી 61300ની રેકોર્ડ સપાટી પર; દિવાળી સુધીમાં સોનું વધી 65000 પહોંચી શકે

અમદાવાદ12 દિવસ પહેલાલેખક: મંદાર દવે
  • કૉપી લિંક
  • અમેરિકામાં બેન્કોની નાદારીના કારણે સોનામાં આક્રમક તેજી

ઓલ્ડ ઇઝ ‘ગોલ્ડ’…સલામત રોકાણનું ઉત્તમ માધ્યમ સાબિત થઇ રહ્યું છે. આર્થિક સંકટ, જિયો પોલિટિકલ ઇશ્યુ , મોંઘવારી જેવા આપત્તિજનક સમયમાં રોકાણ માધ્યમમાં સોનું જ સૌથી વધુ વળતર આપનારું સાબિત થયું છે. સોનું સવા વર્ષમાં 23 ટકા રિટર્ન સાથે 61300ના રેકોર્ડ સ્તરે રહ્યું છે.

સોનું જ સૌથી વધુ વળતર આપનારું સાબિત થયું
અમેરિકામાં બેન્કોની નાદારીના કારણે સોનામાં આક્રમક તેજી આવી છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું ઝડપી 50 ડોલર ઊછળી 2000 ડોલર નજીક પહોંચ્યું છે જ્યારે સ્થાનિક બજારમાં અમદાવાદ ખાતે સોનું શનિવારે પ્રતિ 10 ગ્રામ 1300ના વધારા સાથે રૂ.61300ની નવી ઊંચી સપાટી પહોંચ્યું છે, જ્યારે ચાંદી 1500 ઊછળી રૂ.69000 બોલાઇ હતી.

ગુજરાતીઓના મતે શેર અને સોનું રોકાણના ઉત્તમ માધ્યમ
રોકાણનાં અન્ય માધ્યમો તરફ નજર કરીએ તો ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ્સ, રિયલ એસ્ટેટની તુલનાએ સોનામાં જ સૌથી વધુ અને સલામત રિટર્ન રોકાણકારોને મળી રહ્યું છે. સોનામાં સાડા છ વર્ષમાં બમણું રિટર્ન છૂટ્યું છે. વર્ષ 2017ના સરેરાશ 30500 સામે બમણા ભાવ થઇ ચૂક્યા છે. ગુજરાતીઓના મતે શેર અને સોનું રોકાણના ઉત્તમ માધ્યમ છે. રિસ્ક સાથે રિટર્ન મેળવવું હોય તો શેરબજારમાં રોકાણકારો ઝંપલાવે છે અને સલામતી માટે સોનાને પ્રાધાન્ય આપે છે.

સરેરાશ 15 વર્ષમાં સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ સાત-આઠ ગણી વધી
સવા વર્ષમાં શેરબજારમાં રિટર્ન ધ્યાનમાં લઇએ તો 2.5 ટકા નેગેટિવ રિટર્ન મળ્યું છે જ્યારે સોનામાં 23 ટકા અને ચાંદીમાં 10 ટકા પોઝિટિવ રિટર્ન છૂટ્યું છે જે બેન્ક એફડી કરતાં સરેરાશ ત્રણ ગણું વધારે છે. બીજી તરફ સોનાની સતત વધી રહેલી કિંમતોના કારણે નવું ખરીદનાર ગ્રાહકોની સંખ્યા 40 ટકા સુધી ઘટી ચૂકી છે. સસ્તી કિંમતો પર સોનાની ખરીદી કરી ઊંચા ભાવમાં વેચાણ કરી લોકો સરેરાશ 20-25 ટકા સુધી નફો મેળવી રહ્યા છે. સામાન્ય રીતે સોનામાં 25 ટકા રિટર્ન મળતું હોય ત્યારે સૌથી વધુ પ્રોફિટબુકિંગ જોવા મળે છે તેવું ગુજરાતના ટોચના બુલિયન એનાલિસ્ટોનું કહેવું છે.

20 ટકાથી વધુ રિટર્નમાં રોકાણકારોનું પ્રોફિટબુકિંગ
બુલિયન ઇન્વેસ્ટર્સને 20-25 ટકા રિટર્ન મળતું હોવાથી તેઓનું સૌથી વધુ પ્રોફિટબુકિંગ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત ઘરમાં પ્રસંગ આવી રહ્યો હોય તેવા ગ્રાહકો ઊંચી કિંમતના કારણે 15-20 વર્ષ જૂનાં ઘરેણાં જ્વેલર્સને પરત આપી રહ્યા છે અને તેની સામે નવી ખરીદી કરી રહ્યા છે. સરેરાશ 15 વર્ષમાં સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ સાત-આઠ ગણી વધી ગઇ છે જેના કારણે તેઓનું પણ વેચાણ આવી રહ્યું છે. ઘનિક વર્ગને બાદ કરતાં મધ્યમવર્ગ તેમજ લોઅર ક્લાસ જૂનાં ઘરેણાં-લગડી પરત આપી નવું ખરીદ કરી રહ્યા છે.

સોનાની કિંમત 1965ની તુલનામાં અત્યારે હજાર ગણી વધી
દેશમાં સોનાની કિંમત 1965ની તુલનામાં અત્યારે સરેરાશ 1000 ગણી વધુ છે. 1965માં સોનું રૂ.63.25 પ્રતિ 10 ગ્રામના ભાવથી વેચાઇ રહ્યું હતું જે અત્યારે રૂ.61300 છે. આટલું નક્કી છે કે 3-5 વર્ષની મુદત માટે સોનામાં રોકાણ અનઅપેક્ષિત લાભ આપી શકે છે.

દિવાળી સુધીમાં સોનું 65000 થઇ શકે
સોનાની કિંમત વૈશ્વિક સ્તરે જે રીતે વધી રહી છે તેને ધ્યાનમાં લેતાં સોનાની કિંમત સ્થાનિક બજારમાં પ્રતિ 10 ગ્રામ રૂ.65000ની સપાટી ક્રોસ કરી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1990 ડોલર પહોંચ્યું છે જે ઝડપી 2050-2100 ડોલર સુધી પહોંચવાનું અનુમાન છે. ગુજરાતીઓ સતત વધી રહેલી કિંમતમાં પણ અન્ય રાજ્યોની તુલનાએ ખરીદીનો ટ્રેન્ડ જાળવી રાખે છે. - કાલ્પનિક ચોકસી, ઇશ્વરલાલ હરજીવનદાસ જ્વેલર્સ.

સવા વર્ષમાં સોનામાં 23% પોઝિટિવ, સેન્સેક્સમાં 2.5% નેગેટિવ રિટર્ન

વિગત3-1-2218-3-23તફાવત
સોનું497006130023%
ચાંદી630006900010%
રૂપિયો74.2682.56-11.18%
સેન્સેક્સ5918357990-2.20%
નિફ્ટી1762617100-2.85%

USની બેન્કિંગ ક્રાઇસીસની ભારતીય બેન્કો પર કોઈ અસર નથી : દાસ

અમેરિકાની બે મોટી બેન્કોની નાદારીથી ભારતીય બેન્કો પર તેની અસર નહીં થાય. જેફરીઝ અને ફાઇનેન્શિયલ સર્વિસીસ ફર્મ મેક્વેરીએ આવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...