તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વટહૂકમ:લોનનું કદ GSDPના 3ના બદલે 5% સુધી રાખવા કાયદામાં સુધારો

અમદાવાદ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આવકો ઘટતાં લોન લેવાની મર્યાદામાં વધારો કરાયો
 • વટહુકમને કાયદાનું સ્વરૂપ આપવા બિલ રજૂ થશે

કોરોના સંક્રમણ અને લોકડાઉનને પગલે જીએસટી અને અન્ય વેરાની આવકોમાં ઘટાડો થતાં સરકારને વહીવટી અને વિકાસકામો પાછળ થતાં ખર્ચને પહોંચી વળવા માટે વધારે પ્રમાણમાં લોન લેવાની જરૂરિયાત ઉભી થઇ છે જેના પગલે હાલની લોન લેવાની મર્યાદા એકંદરે કુલ ઘરેલુ ઉત્પાદન (જીએસડીપી)ના 3% છે તેને વધારીને 5% કરવા માટે રાજ્ય સરકાર કાયદામાં સુધારો કરતું વિધેયક વિધાનસભામાં લાવશે.

કેન્દ્ર સરકારે GST વળતરની રકમ સીધી ચૂકવવાને બદલે રાજ્યો પોતે લોન દ્વારા મેળવે તેવો વિકલ્પ આપ્યો હતો તેની સાથે જ રાજ્ય સરકારોને DSDPની 2%ની મર્યાદામાં વધારાના નાણા ઉછીના લેવાની મંજૂરી આપી હતી. રાજ્ય સરકારે વર્ષ 2020-21 માટે GSDPના 5 ટકાની મર્યાદામાં ઉછીના નાણા લેવા માટે વટહૂકમ દ્વારા કાયદામાં જોગવાઇ કરી હતી.

PDPUનું નામ ઊર્જા યુનિ. કરવાનું વિધેયક આવશે
પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં પેટ્રોલિયમ સાથે અન્ય અભ્યાસક્રમોનો પણ સમાવેશ કરાયો છે અને ઉર્જાના ક્ષેત્રમાં વિવિધ અભ્યાસક્રમો અને સંશોધન ચાલી રહ્યા છે ત્યારે સરકારે આ યુનિવર્સિટીનું નામ બદલીને પંડિત દિનદયાળ ઉર્જા યુનિવર્સિટી રાખવાનો વટહૂકમ થોડા દિવસો અગાઉ બહાર પાડ્યો છે. તેને કાયદાનું સ્વરૂપ આપવા માટે વિધાનસભામાં વિધેયક લવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો