અમદાવાદ / સંપૂર્ણ પ્રોપર્ટી ટેક્સ ભરનારા માટે AMCની રિબેટ યોજના, 2020-21ના મિલકતવેરામાં 10 ટકાની છૂટ આપશે

AMC's rebate scheme for full property tax payers to offer 10 per cent rebate on property tax for 2020-21
X
AMC's rebate scheme for full property tax payers to offer 10 per cent rebate on property tax for 2020-21

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 09:15 PM IST

અમદાવાદ. ચાલુ વર્ષના અંતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ત્યારે AMCએ એડવાન્સ રિબેટ સ્કીમની જાહેરાત કરી છે. જે અંતર્ગત નિયમિત પ્રોપર્ટી ટેક્સ ભરનાર કરદાતાઓ માટે 1 જૂન 2020 થી 30 જૂન 2020 સુધી પ્રોપર્ટી ટેક્સમાં 10 ટકા એડવાન્સ રિબેટ યોજના રજૂ કરી છે. જે કરદાતાઓએ વર્ષ 2019-20 સુધીનો સંપૂર્ણ ટેક્સ/સેસ/વેરા/વ્યાજ વગેરે ભર્યાં હોય અને માંગણું શૂન્ય કરાવ્યું હોય તેમને 2020-21ના મિલકતવેરામાં 10 ટકા રિબેટ આપવામાં આવશે.
એપ્રિલથી લઈ ત્રણ મહિના સુધીનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવો જોઈએ: AMC વિપક્ષના નેતા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્માએ અમદાવાદમાં કોરોના મહામારીના કપરાં સમયમાં અમદાવાદીઓને પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવાની માંગ કરતા જણાવ્યું છે કે, "ગત માર્ચ મહિનાના અંતિમ અઠવાડિયાની શરૂઆતમાં અમદાવાદ શહેર સહિત દેશભરમાં પ્રથમ લોકડાઉન જાહેર કરાયું હતું. જોકે, આ પહેલા અમદાવાદમાં કોરોનાનો પ્રથમ કેસ આવી ચુક્યો હતો. આ વખતે વેપાર અને ઉદ્યોગ બંધ થવા લાગ્યા હતા. કોરોના મહામારીના પગલે છેલ્લા બે અઢી મહિનાથી તમામ દુકાનો, એકમો, ઉદ્યોગ બંધ હાલતમાં છે. શહેરમાં મોટા ભાગના વ્યવસાય, ઉદ્યોગ અને સર્વિસ સાથે સંકળાયેલા લોકોને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. આ કપરાં સમયમાં પણ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોને પ્રોપર્ટી ટેક્સનું ઉઘરાણી યાદ આવી રહી છે તે શરમની વાત છે. આજે મ્યુનિ.ના સત્તાધીશોએ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારા નાગરિકોને 10 ટકા ટેક્સ રિબેટ આપવાની જાહેરાત કરી રહ્યાં છે પણ ભાજપના શાસકો જે પ્રકારે કેન્દ્રમાં 20 લાખ કરોડના પેકેજના નામે અને રાજ્યમાં એક લાખની લોનના નામે ખોટા વાયદા કરી નાગરિકો સાથે દ્રોહ કરી રહ્યાં છે તેવી સ્થિતિ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધીશોની છે. દર વર્ષે નાગરિકો એડવાન્સ ટેક્સ ભરે તો 10 ટકા રિબેટ આપવામાં આવે છે. આ વખતે કોરોનાની મહામારી છે તો અમદાવાદના દરેક નાગરિકને પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવી જોઈએ પણ ભાજપના સત્તાધીશો ઉઘરાણી કરવા નીકળ્યા છે. અમારી માંગણી છે કે, એપ્રિલથી લઈ ત્રણ મહિના સુધીનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવો જોઈએ. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી