તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અમદાવાદ આસપાસ રહેતા 1500ને વાહનવેરો ભરવા AMCની નોટિસ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • મ્યુનિ.ની હદના રસ્તાનો ઉપયોગ કરતા હોય તેવા ચાલકો પાસેથી વેરો વસૂલવાનો અધિકાર હોવાનો નોટિસમાં ઉલ્લેખ

અમદાવાદની આસપાસ રહેતા 1500 લોકોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વાહનવેરો ભરવા નોટિસ ફટકારી છે. નોટિસમાં ખાસ ઉલ્લેખ કરાયો છે કે, જે લોકો અમદાવાદ શહેરની આસપાસ રહે છે અને નિયમિત અમદાવાદ શહેરના રસ્તાઓનો ઉપયોગ કરે છે તેમણે હવેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિશ્ચિત કરેલો વાહન વેરો ભરવો પડશે.

નોટિસ એવા લોકોને જ આપવામાં આવી હતી જેમના વાહનનું રજિસ્ટ્રેશન અમદાવાદ શહેર બહાર થયું હતું. આવા વાહનો નિયમિત ધોરણે અમદાવાદના રસ્તાઓનો ઉપયોગ કરતા હોય છે તેમની પાસેથી કોર્પોરેશનને વાહનવેરો વસૂલવાનો અધિકાર હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. જીપીએમસી એક્ટ અને લીગલ અભિપ્રાય મેળવ્યા બાદ મ્યુનિ.એ આ કામગીરી શરૂ કરી હોવાનો દાવો થઈ રહ્યો છે. મહત્વનું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં રાજ્યના અન્ય જિલ્લાઓ તેમજ જુદાજુદા રાજ્યોમાં નોંધાયેલા વાહનો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપયોગમાં લેવાતા હોય છે. ત્યારે આ નવા નિયમથી આવનારા દિવસોમાં વિવાદ સર્જાઈ શકે છે. અમદાવાદ બહારના વાહનોને ટેક્સમાં રાહત આપવી કે નહીં તે બાબતે કોર્પોરેશન ફેર વિચારણા કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...