સ્વાસ્થ્ય સેવા ઊભી કરાશે:અમદાવાદના થલતેજમાં એસપી રિંગ રોડ પર AMCની નવી 30 બેડની હોસ્પિટલ PPP ધોરણે બનશે

અમદાવાદએક મહિનો પહેલા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
  • રૂ. 8થી 10 કરોડના ખર્ચે બિલ્ડર હોસ્પિટલ બનાવી આપશે
  • ત્રણ માળની હોસ્પિટલ- કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવાશે

અમદાવાદ શહેરમાં આરોગ્યને લગતી સેવાઓ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ સારી બનાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે થલતેજ વિસ્તારમાં એસપી રિંગ રોડ પર એક નવી અદ્યતન 30 બેડની હોસ્પિટલ- CHC સેન્ટર પીપીપી ધોરણે બનાવવામાં આવશે.

બિલ્ડરે ખર્ચ કરવા તૈયારી દર્શાવી
અમદાવાદના એક બિલ્ડર દ્વારા આ સમગ્ર હોસ્પિટલ- CHC સેન્ટર બનાવવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, થલતેજ વોર્ડમાં 3000 ચો.મી.ના પ્લોટમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવવા કન્સ્ટ્રક્શનનું તમામ કામ પોતાના રૂ. 8થી 10 કરોડના ખર્ચે બિલ્ડર દ્વારા કરી આપવા માટે તૈયારી દર્શાવવામાં આવી છે.

લોકોની આરોગ્યની સુવિધામાં વધારો થશે
આ હોસ્પિટલ- કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ત્રણ માળની બનાવવામાં આવશે. અમદાવાદના શહેરીજનોની આરોગ્યની સુવિધાઓમાં વધારો થાય તથા સંસ્થાના સહયોગ દ્વારા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના માધ્યમથી આરોગ્યની સેવા ઉપલબ્ધ થાય તે પ્રકારની મદદ બિલ્ડર દ્વારા કરવામાં આવી છે. જે બીજા લોકોમાં CSR એક્ટિવીટી અંતર્ગત જાગૃતિ લાવવા માટે એક ઉતમ ઉદાહરણ સ્વરૂપ સાબિત થશે.

કઈ કઈ સુવિધાઓ હશે

  • 30 બેડની પેશન્ટ એડમિશનની ક્ષમતા
  • તમામ પ્રકારના સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરની સુવિધા
  • રેડિયોલોજીકલ અને લેબોરેટરી ઇન્વેસ્ટિગેશનની સુવિધા
  • 4 ઓપરેશન થિયેટર અને 4 સ્પેશિયલ રૂમની સુવિધા
  • ડાયાલિસિસની સુવિધા
  • ફિઝિયોથેરેપી રૂમ
  • ફીમેલ મેડિકલ વોર્ડ, મેલ મેડિકલ વોર્ડ.
અન્ય સમાચારો પણ છે...