ફૂડ વિભાગનું ચેકિંગ:દિવાળી તહેવાર ટાણે AMCના ફૂડ વિભાગે ફરસાણ અને મીઠાઈની દુકાનો પર ચેકિંગ કરી અઠવાડિયામાં 124 નમૂના લીધા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વીટ, દૂધ અને દૂધની બનાવટોના 56 નમૂના , ફરસાણ અને નમકીનના 7 નમૂના, બેકરી પ્રોડક્સના 8 નમૂના લેવાયા
  • ખાધ તેલના 8 નમૂના, બેસનના 2 નમૂના, મસાલાનાં 9 નમૂના અને અન્યના 34 નમૂના લેવાયા
  • નિયમોનું પાલન ન કરવા બદલ 2 લાખ 33 હજાર અને 700નો વહીવટી દંડ વસૂલાયો

દિવાળીના તહેવારોને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે. તહેવારોમાં લોકો માવા અને મીઠાઇ મોટા પ્રમાણમાં ખરીદતા હોય છે. વધુ નફાની લાલચમાં મીઠાઇ અને ફરસાણના વેપારીઓ તેમાં ઉપયોગમાં લેવાતી કેટલીક વસ્તુઓ અખાદ્ય હોય તે ઉમેરતાં હોય છે. જેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં આવેલી ફરસાણ અને મીઠાઈની દુકાનોમાંથી મીઠાઈના નમૂના લેવામાં આવ્યા છે. છેલ્લા અઠવાડિયામાં કુલ 124 જેટલા નમૂના લેવામાં આવ્યા છે.

દૂધની બનાવટ સહિતના નમૂના લેવાયા
સ્વીટ, દૂધ અને દૂધની બનાવટોના 56 નમૂના , ફરસાણ અને નમકીનના 7 નમૂના, બેકરી પ્રોડક્સના 8 નમૂના, ખાધ તેલના 8 નમૂના, બેસનના 2 નમૂના, મસાલાનાં 9 નમૂના અને અન્યના 34 નમૂના મળી કુલ 124 નમૂના લેવામાં આવ્યા છે.

બિનઆરોગ્યપ્રદ પદાર્થોનો નાશ કરાયો
અઠવાડિયામાં લીધેલા નમૂનામાં નિયમોનું પાલન નહીં કરવા બદલ 2 લાખ 33 હજાર અને 700 જેટલો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ઉપરાંત 75 કિલો ગ્રામ બિનઆરોગ્યપ્રદ પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. અલગ અલગ 11 જેટલા નમૂના પબ્લિક હેલ્થ લેબોરેટરીએ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ વિભાગ દ્વારા અઠવાડિયામાં ગોકુળ ડેરી નરોડા , અંબિકા ડેરી નરોડા, રાજેશ ડેરી નરોડા અને કૃષ્ણ ડેરી નરોડા ખાતે થી 2018 કિલોગ્રામ જથ્થો સ્થગિત કરવામાં આવ્યો છે. જેની કિમત 3 લાખ 52 હજાર 300 રૂપિયા થાય છે તો બીજી તરફ યોગેશ ટ્રેડર્સ સરખેજ ખાતેના એક ફાયમસના નમૂના અપ્રમાણિત થવા પામ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...