અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા અન-અધિકૃત બાંધકામો / દબાણો દૂર કરવાની ઝુંબેશના ચલાવાઈ રહી છે. જેના ભાગરૂપે બહેરામપુરામાં ગેરકાયદે બાંધેલી પાંચ કોમર્શિયલ દુકાન અને એક શેડને તોડી પાડવામાં આવ્યો છે. દબાણ હટાવવાની આ કામગીરીથી અંદાજીત 2500 ચો. ફુટની જગ્યા ખુલ્લી કરાઈ છે.
બહેરૂમપુરા વોર્ડ નં.35માં ટી.પી.સ્કીમ નં.38/2 માં આવેલા સર્વે નં. 216 થી 220 ખાતે ચંડોળા પોલીસ ચોકી પાછળ સિકંદર માર્કેટમાં આવેલી દુકાનો અને શેડ જમીનદોસ્ત કરાયા છે. 5 દુકાનો અને 1 શેડના કોમર્શિયલ પ્રકારના બિનપરવાનગીએ કરેલા બાંધકામો સંબંધે જી.પી.એમ.સી. એકટ મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી. બાંધકામકર્તા દ્વારા સ્વેચછાએ અનઅધિકૃત બાંધકામ દૂર કરવામાં ન આવતાં દબાણ વિભાગના સ્ટાફ દ્વારા દાણીલીમડા પોલીસ સ્ટેશનના ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ દબાણ ગાડીઓ, જે.સી.બી. મશીન, જનરેટર, ગેસ કટર, બ્રેકર મશીન અને અન્ય સાધન સામગ્રીના ઉપયોગથી અનઅધિકૃત બાંધકામ દૂર કરવામાં આવ્યું છે.
બહેરામપુરા વોર્ડમાં ગુરુવારે પણ આ જ પ્રકારે 8 દુકાનોને મહાનગરપાલિકાએ તોડી પાડી હતી. આમ, પાછલા બે દિવસમાં કુલ 13 દુકાનો અને 1 શેડને તોડી પાડી અંદાજિત 8300 ચોરસ ફુટ જગ્યા પરનું દબાણ દૂર કરાયું છે. અનઅધિકૃત બાંધકામો અને દબાણો દૂર કરવાની કામગીરી આગામી દિવસોમાં પણ યથાવત રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.