કાંકરિયામાં વધુ એક કોન્ટ્રાક્ટરને ફાયદો:AMCના ભાજપના સત્તાધીશોએ ત્રીજી વખત મુદત લંબાવી કોન્ટ્રાક્ટરને પાંચ વર્ષ માટે રાઇડ્સ ચલાવવાની મંજૂરી આપી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવું ટેન્ડર બહાર પાડવાની શરતે અગાઉ મુદ્દત લંબાવી હતી છતાં પણ સત્તાધીશો અને અધિકારીઓએ કોન્ટ્રાક્ટરને સાચવ્યો

અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટમાં પીપીપી ધોરણે રાઈડ્સ ચલાવવાના જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તે જ કોન્ટ્રાક્ટરની મુદત વધારી ફાયદો ભાજપના સત્તાધીશો કરાવી રહ્યા છે. કાંકરિયા લેકફ્રન્ટમાં એક્વા કાર્ટ, સેગવે સફારી, એડ. મિનિ ગોલ્ફ કોર્સ વીથ ટી. વોક, ટાર્ગેટ આર્ચરી જેવી એક્ટિવિટીઝ ચલાવતી સ્કાય વન્ડર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને ત્રીજી વખત કોન્ટ્રાકટ વધારી અને પાંચ વર્ષ માટે ચલાવવા આપવાની દરખાસ્ત આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવી છે. ગત વર્ષે આ દરખાસ્ત નવા ટેન્ડરની પ્રક્રિયા ન થાય ત્યાં સુધી વધારવાની શરત સાથે મંજુર કરી હતી પરંતુ સ્કાય વન્ડર્સ કંપનીને કોન્ટ્રાકટ ચાલુ રાખવા દેવા કાંકરિયા લેક્ફ્રન્ટના અધિકારી અને ભાજપના સત્તાધીશો નવું ટેન્ડર જ બહાર પાડ્યું નહિ અને પાંચ વર્ષ માટે કોન્ટ્રાકટ આપી આ દરખાસ્ત મંજુર કરી છે. કોર્પોરેશનને વર્ષે માત્ર સામાન્ય 4 લાખ જેટલી જ રેવન્યુ શેરિંગ આપી કોન્ટ્રાક્ટર લાખો રૂપિયા કમાશે.

*ગત ઓક્ટોમ્બર 2021માં સમયગાળા લંબાવવા દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાઈ હતી*

કાંકરિયા લેક ફેન્ટ ખાતે મુલાકાતીઓના મુખ્ય આકર્ષણ એવી બંને ટોય ટ્રેન બંધ હોઈ તેમજ અન્ય મોટી એમ્યુઝમેન્ટ રાઇટ્સ અને બલુન સફારી પણ કાર્યરત નહીં હોઈ આવનાર તહેવારો દરમ્યાન મુલાકાતીઓના ધસારાને જોતાં મુલાકાતીઓને કાંકરિયા લેક ફ્રન્ટ ખાતેની મુલાકાત દરમિયાન વિવિધ આકર્ષણોનો લાભ મળી રહે તે હેતુથી મે સ્કાય વન્ડરર્સ પ્રા.લી. સાથે એક્વા કાર્ટ, સેગવે સફારી, એડ. મિનિ ગોલ્ફ કોર્સ વીથ ટી. વોક, ટાર્ગેટ આર્ચરી એક્ટિવિટીઝ માટે કરેલા લાયસન્સ એગ્રિમેન્ટની મુદ્દત 20 ઓક્ટોબર 2021ના રોજ પૂર્ણ થતાં વધુ 1 વર્ષ અથવા જરૂરી યોગ્ય તે સમયગાળા માટે લંબાવવા દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાઈ હતી. જેને એપ્રિલ 2022 સુધી મુદત લંબાવી આપી હતી પરંતુ ત્યારબાદ પણ કોર્પોરેશનના સત્તાધીશો અને લેક્ફ્રન્ટના અધિકારીએ નવું ટેન્ડર બહાર પાડયું ન હતું

*કંપનીએ પોતાની કોન્ટ્રાકટની મુદત 5 વર્ષ વધારવા માટે પત્ર લખી માગ કરી*

કાંકરિયા લેકફ્રન્ટના અધિકારીઓ દ્વારા એક્વા કાર્ટ, સેગવે સફારી, એડ.મિનિ ગોલ્ફ કોર્સ વીથ ટ્રી વોક, ટાર્ગેટ આર્ચરી એક્ટિવિટીઝ શરૂ કરવા માટે સ્કાય વન્ડરર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવેલ રોકાણ પહેલેથી જ હયાત હોઈ જરૂરી યોગ્ય તે સમયગાળા માટે લાયસન્સ એગ્રિમેન્ટની મુદત લંબાવવા અને તે સમય દરમિયાન નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા જણાવ્યું છે. પરંતુ સ્કાય વન્ડરર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ પોતાની કોન્ટ્રાકટની મુદત પાંચ વર્ષ વધારવા માટે પત્ર લખી માંગ હતી. ભાજપના સત્તાધીશો અને કરંટના અધિકારીએ નવું ટેન્ડર બહાર પાડવા ની જગ્યાએ બે મહિના બાદ પણ સ્કાય વન્ડર્સ કંપનીને કોન્ટ્રાક્ટ ચાલુ રાખવા દીધો હતો અને નવું ટેન્ડર બહાર પાડવાની જગ્યાએ તેની લંબાવવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકી અને તેને લાભ કરાવ્યો છે

*2012થી 2022 સુધી કોર્પોરેશનને માત્ર 45.39 લાખ રૂપિયા જ આવક થઈ*

સ્કાય વન્ડરર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા આ એક્ટિવિટીઓ શરૂ કર્યાના 2012થી 2012 સુધી કોર્પોરેશનને માત્ર 45.39 લાખ રૂપિયા જ આવક થઈ છે જો નવ વર્ષમાં જ આટલી આવક થાય તો વધુ 5 વર્ષ માટે જો તેઓને આપવામાં આવી તો ફરી એકવાર માત્ર આટલી જ રકમ મળી શકે તેમ છે. જેથી ભાજપના શાસકોએ કોર્પોરેશનના આર્થિક હિતને જોવાની જગ્યાએ કોન્ટ્રાકટરના લાભ માટે આ દરખાસ્ત મંજુર કરી દીધી છે. નવેસરથી જ ટેન્ડરની પ્રક્રિયા કરી કોર્પોરેશનને વધુ આવક મળે તેના માટે બીજી કંપનીઓને પણ કાંકરિયા લેક ફ્રન્ટમાં નવી રાઇડ્સ સાથે ચાલુ થાય તેમાં તેઓને કોઈ પણ પ્રકારનો રસ રહ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...