અમદાવાદમાં પ્રો-એક્ટિવ ટેસ્ટિંગ:કોરાનાને કાબૂમાં લેવા AMCની આક્રમક સ્ટ્રેટેજી, મોલ, બેંક,પોળ અને સોસાયટીઓમાં થઈ રહ્યા છે ટેસ્ટ, શહેરીજનો ટેસ્ટ કરાવવા તૈયાર નથી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અર્બન હેલ્થ સેન્ટરો પર પણ સવારે 10થી 3 વાગ્યા સુધી મફતમાં મેડિકલ તપાસ અને ટેસ્ટ કરાવી શકાય તેવી વ્યવસ્થા  કરવામાં આવી છે - Divya Bhaskar
અર્બન હેલ્થ સેન્ટરો પર પણ સવારે 10થી 3 વાગ્યા સુધી મફતમાં મેડિકલ તપાસ અને ટેસ્ટ કરાવી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે

રાજ્યમાં કોરોનાના કેસો એકાએક વધી રહ્યા છે. જેથી કોરોનાને કાબૂમાં લેવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે, ત્યારે હવે મ્યુનિ. કમિશનર મુકેશ કુમાર અને ફરજ પરના ખાસ અધિકારી ડો. રાજીવ ગુપ્તાએ પ્રો-એક્ટિવ ટેસ્ટિંગની પ્રકિયા હાથ ધરી છે. જેમાં શહેરમાં આવેલા મોલ, બેંક, હાઇવે, શહેરમાં પ્રવેશવાના રસ્તાઓ, કડીયાનાકા, પોળ અને સોસાયટીઓમાં કોરોના ટેસ્ટની પ્રક્રિયા શરૂ કરી કોરોનાને કાબૂમાં લેવાના પ્રયત્ન હાથ ધર્યા છે. જો કે આ ટેસ્ટિંગમાં લોકો ટેસ્ટ માટે તૈયાર થતા ન હોવાથી હજી કડક પગલાંની જરૂર લાગી રહી છે.

છેલ્લા અઠવાડીયાથી રોજના 5000થી 8000 હજાર જેટલા ટેસ્ટ થઈ રહ્યા છે
છેલ્લા અઠવાડીયાથી રોજના 5000થી 8000 હજાર જેટલા ટેસ્ટ થઈ રહ્યા છે

અપીલ કરવા છતાં શહેરીજનો ટેસ્ટ માટે તૈયાર થતા નથી
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાનાં કેસો શોધવા માટે અલગ અલગ સ્ટ્રેટેજી અપનાવવામાં આવી રહી છે, જેમાં લોકડાઉનમાં જે રીતે પ્રો-એક્ટિવ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યા હતા તે જ ટેસ્ટિંગ ફરી શરૂ કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનરના આદેશથી શહેરના બાગ-બગીચા, મોલ, સોસાયટીમાં, પોળ અર્બન હેલ્થ સેન્ટરો વગેરે જગ્યાએ ટીમો મોકલી લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ બહુ ઓછા લોકો ટેસ્ટ માટે તૈયાર થાય છે. છેલ્લા અઠવાડીયાથી રોજના 5000થી 8000 હજાર જેટલા ટેસ્ટ થઈ રહ્યા છે. આ સ્ટ્રેટેજી હેઠળ આમ અત્યાર સુધીમાં 50,000થી વધુ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હોવાની આંકડાકીય માહિતી સૂત્રો પાસેથી મળી છે. તેમાં રોજ 50થી 70 પોઝિટિવ કેસ મળી આવે છે.

લોકો હજી કોરોનાનાં ટેસ્ટ કરાવવાની જગ્યાએ લક્ષણ દેખાય એટલે ઘરગથ્થું ઉપચાર શરૂ કરી દે છે
લોકો હજી કોરોનાનાં ટેસ્ટ કરાવવાની જગ્યાએ લક્ષણ દેખાય એટલે ઘરગથ્થું ઉપચાર શરૂ કરી દે છે

50 જગ્યાએ કોરોના કિઓસ્ક ઉભા કરવામાં આવ્યા
આ ઉપરાંત અનેક જગ્યાએ કોરોનાનાં ટેસ્ટ માટે કિઓસ્ક ઉભા કરવામા આવ્યા છે. શહેરમાં 50 જગ્યાએ કોરોના કિઓસ્ક ઉભા કરવામાં આવ્યા છે. બગીચા, મોલ અને અન્ય જગ્યા પર આવા કિઓસ્ક ઉભા કરી લોકો માટે મફતમાં ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. અર્બન હેલ્થ સેન્ટરો પર પણ સવારે 10થી 3 વાગ્યા સુધી મફતમાં મેડિકલ તપાસ અને ટેસ્ટ કરાવી શકાય તેવી વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા ગોઠવવામાં આવી છે. જેથી લોકો ટેસ્ટ કરાવી શકે છે. આ ટેસ્ટિંગની પ્રકિયાથી કોરોનાને કાબુમાં લેવાની સ્ટ્રેટેજી અપનાવાઇ છે જો કે લોકો હજી કોરોનાનાં ટેસ્ટ કરાવવાની જગ્યાએ લક્ષણ દેખાય એટલે ઘરગથ્થું ઉપચાર શરૂ કરી દે છે.

અન્ય સમાચારો પણ છે...