તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘોડા છૂટ્યાં પછી તબેલાને તાળા:હપ્તાની લાલચમાં હજારો લોકો કોરોના સ્પ્રેડર બન્યાં, હવે AMC વાઇડ એન્ગલ પાસેના બર્ગર કિંગ અને પાણીપુરીની લારીઓ સીલ કરવા દોડી

અમદાવાદ5 મહિનો પહેલા
  • તહેવારમાં ખરીદી માટે હજારોની ભીડ એકઠી થઈ છતાં કોઈ કાર્યવાહી ના કરાઈ

અમદાવાદમાં ફરી એકવાર કોરોના બેકાબુ બન્યો છે. દરરોજના કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળાં મારવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. જો કે કોર્પોરેશન માટે આ નવી વાત નથી જ્યારે કોઈ મોટો ઉહાપો અને ઘટના બને પછી જ કોર્પોરેશન સાવચેતીના પગલાં અને બેઠક કરી કાર્યવાહી કરે છે. કોરોનાના કેસો વધતાં ડો. રાજીવ કુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠક બાદ આજે બપોર બાદ શહેરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમોને કોરોનાની ગાઈડલાઈનના પાલન માટે ઉતારી દેવામાં આવી છે.

લારી ગલ્લા વાળાઓને બંધ કરાવ્યા
લારી ગલ્લા વાળાઓને બંધ કરાવ્યા

કોર્પોરેશન દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરાઈ
મણિનગર વિસ્તારમાં પ્રખ્યાત પારસી અગિયારી પાસેની પાણીપુરી, કાંકરિયા માસીની પાણીપુરીની દુકાન પર ભીડ ભેગી થતાં બંધ કરાવી દેવામાં આવી છે. એસજી હાઇવે પર વાઈડ એન્ગલ પાસે બર્ગર કિંગમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતાં તેને સીલ મારવામાં આવી છે. અલગ અલગ વિસ્તાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમો કોરોનાની ગાઈડલાઈન પાલન માટે ઉતારી કાર્યવાહી કરવામાં આવી રહી છે. દિવાળીના તહેવાર પહેલા અને તહેવારમાં અનેક દુકાનો, લારી ગલ્લા હોય કે અન્ય જગ્યાઓ તમામ જગ્યાએ ભીડ ભેગી થઈ હતી.

ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળાં માર્યાં જેવો ઘાટ
ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળાં માર્યાં જેવો ઘાટ

તહેવારમાં ખરીદી માટે હજારોની ભીડ એકઠી થઈ છતાં કોઈ કાર્યવાહી નહીં
લાલદરવાજા વિસ્તારમાં આવેલા ભદ્ર પાથરણા બજારમાં હજારોની સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા. મીડિયામાં પણ અનેક વાર લોકોની ભીડ અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા અંગેના સમાચાર પ્રસારિત થતા હતા છતાં કોઈપણ કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશન અને કારંજ પોલીસ કરતી ન હતી. એકપણ પોલીસ કેસ કારંજ PI દ્વારા કોઈ પાથરણા કે લોકો સામે કરવામાં આવ્યા ન હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા પણ દબાણ હટાવવામાં આવતું ન હતું.

માંડ લોકોને રોજગારી માટે અવસર મળ્યો અને હવે સીલ વાગી ગયું
માંડ લોકોને રોજગારી માટે અવસર મળ્યો અને હવે સીલ વાગી ગયું

હપ્તાની લાલચમાં હજારો લોકો કોરોના સ્પ્રેડર બન્યા
પાથરણા બજારના હપ્તાની લાલચમાં હજારો લોકો કોરોના સ્પ્રેડર બન્યા છે. આટલી બેકાબુ થયેલી ભીડ બાદ આજે અમદાવાદમાં કેસમાં વધારો થતાં લોકો સ્વયંભૂ જ ઘરમાં છે ત્યારે કોર્પોરેશનમાં કોરોના કાબુ કરવા મુકેલા અધિકારી શહેરમાં કોરોનાનાં ગાઈડલાઈનનું પાલન થાય તેના માટે ટીમોને ઉતારી દીધી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમો જે બજારમાં હવે તહેવારોમાં બંધ હતા અને મુહૂર્ત બાદ ખુલ્યા છે અને ખાણીપીણી બજારમાં ફરી કાર્યવાહી કરવા નીકળી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો