તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ખાનગી કોવિડ હોસ્પિટલોમાં AMCનો 20 ટકા ક્વોટા બંધ

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મ્યુનિ.-સિવિલમાં મોટી સંખ્યામાં બેડ ખાલી હોવાથી નિર્ણય

શહેરમાં કોરોના સંક્રમિતોને સારવાર માટે મ્યુનિ.એ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 20 ટકા બેડ અનામત રાખ્યા હતા. પરંતુ કેસ ઘટતાં હવે આ ક્વોટા બંધ કરી દેવામાં આવ્યો છે. મ્યુનિ. અને સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બેડ ખાલી હોવાથી આ નિર્ણય લેવાયો છે. હવે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવનારા દર્દીને ક્વોટાનો લાભ મળશે નહીં અને પૂરેપૂરું બિલ ચૂકવવું પડશે.

કોરોના જ્યારે ટોચ પર હતો ત્યારે શહેરની 176 ખાનગી હોસ્પિટલમાં મ્યુનિ. ક્વોટામાં 1500થી વધારે બેડ ઉપલબ્ધ રખાયા હતા. તબક્કાવાર રીતે કોવિડ હોસ્પિટલની સંખ્યા ઘટવા લાગી હતી. હોસ્પિટલો દ્વારા માત્ર કોવિડ હોસ્પિટલ ને બદલે અન્ય રોગની સારવાર શરૂ કરી તેમનું કોવિડ હોસ્પિટલ સ્ટેટસ પૂર્ણ કર્યું હતું. ખાનગી હોસ્પિટલમાં મ્યુનિ. દ્વારા રિઝર્વ રાખેલા 20 ટકા બેડ પરત કરી દીધા છે. હવે ખાનગી હોસ્પિટલમાં ફ્રીમાં સારવાર નહીં થાય. શહેરની વિવિધ હોસ્પિટલોમાં એસવીમાં 113, એલજીમાં 105, નર્સિંગ હોમ્સ 1309, સિવિલ કેમ્સ 1505, ઈએસઆઈસી હોસ્પિટલમાં 46 અને જ્યારે 119 ખાનગી હોસ્પિટલમાં 2928 બેડ ખાલી પડ્યા છે.

કોરોનાના કેસ ઘટીને 86 થયા, 73 દિવસ પછી મૃત્યુઆંક ફરી એકવાર 2એ પહોંચ્યો
શહેરમાં ગઇકાલ બાદ આજે પણ કોરોનાના કેસ 100થી ઓછા નોંધાયા હતા. ગુરુવારે 86 કેસ નોંધાયા હતા. જ્યારે 2 દર્દીના મોત નિપજ્યા હતા. જ્યારે શહેરમાં કોરોનાને કારણે માત્ર 2 દર્દીના જ મૃત્યુ નોંધાયા છે. 73 દિવસ પછી શહેરમાં કોરોનામાં મૃતકની સંખ્યા 2 પર પહોંચી છે. નોંધનીય છેકે, શહેરમાં 250 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. જોકે શહેરમાં હજુ પણ 2166 જેટલા એક્ટિવ કેસ છે.

અન્ય સમાચારો પણ છે...