તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાયર NOC લેવું પડશે:અદાણી શાંતિગ્રામના મેડોસ ટાવર સહિત અમદાવાદની 123 બિલ્ડીંગને ફાયર વિભાગનો પત્ર, જુલાઈમાં NOC રીન્યૂ કરાવો, વાંચો સંપૂર્ણ લિસ્ટ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
અદાણી શાંતિગ્રામ મેડોસ ટાવર્સની ફાઈલ તસવીર - Divya Bhaskar
અદાણી શાંતિગ્રામ મેડોસ ટાવર્સની ફાઈલ તસવીર
 • NOC રિન્યૂ કરાવવાની તારીખ નજીક આવતી હોય તેવી બિલ્ડીંગને આગોતરી જાણ કરતો પત્ર મોકલાયો

અમદાવાદ શહેરમાં અનેક બિલ્ડીંગ પાસે ફાયર NOC ન હોવાને લઇ ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જાગ્યું છે. તમામ બિલ્ડીંગમાં તપાસ કરી અને જેઓને ફાયર NOC નથી તેઓને મેળવી લેવા તેમજ જેઓએ ફાયર NOC લીધેલી તેઓએ રીન્યુ કરાવવા જાણ કરી છે. અમદાવાદ ફાયર અને ઇમરજન્સી સર્વિસ દ્વારા અપનાવવામાં આવેલી નવી કોમ્પ્યુટરાઈઝ ડેટાબેઝ મેનેજમેન્ટ પદ્ધતિ દ્વારા પ્રતિ માસ જે બિલ્ડીંગની ફાયર NOC રીન્યુ કરાવવાની તારીખ નજીક આવતી હોય તેવા બિલ્ડિંગોને આગોતરી જાણ કરતો પત્ર મોકલવાના શરૂ કરવામાં‌ આવ્યા છે. જેથી તેઓ પોતાની NOC રીન્યુ કરાવવાની પ્રક્રિયા શરૂ કરી દે અને સમયસર NOC મેળવી શકે.

શહેરની 123 બિલ્ડિંગોને ફાયર NOC રિન્યૂ કરાવવા જાણ કરાઈ
જે બિલ્ડિંગો દ્વારા જુલાઈ 2020, દરમિયાન ફાયર NOC લેવામાં‌ આવેલી હતી તે જુલાઈ 2021માં રિન્યૂ કરાવવાની થાય છે. તેની જાણ કરતા 123 પત્રો શહેરના વિવિધ બિલ્ડિંગના જવાબદાર વ્યક્તિઓને મોકલી દેવામાં આવેલા છે. આવા બિલ્ડીંગોનું લિસ્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ www.ahmedabadcity.gov.in પર પણ ઉપલબ્ધ કરાવવામાં‌ આવ્યા છે. આ તમામ 123 બિલ્ડિંગના વપરાશકર્તાઓને ખાસ વિનંતી કરવામાં‌ આવે છે કે તેઓ બિલ્ડીંગની ફાયર NOC રીન્યુ કરાવવાની તારીખ નજીક આવતી હોવાથી બિલ્ડિંગના જવાબદાર વ્યક્તિઓને ફાયર NOC રીન્યુ કરાવી લેવાની રહેશે.

વૈષ્ણોદેવી ખાતે આવેલા ગાલા સેલેસ્ટીઆની તસવીર
વૈષ્ણોદેવી ખાતે આવેલા ગાલા સેલેસ્ટીઆની તસવીર

જુલાઈ 2021માં ફાયર NOC મેળવવાની છે તે બિલ્ડીંગની માહિતી

 • ગાલા સેલેસ્ટીઆ, વૈષ્ણોદેવી
 • અદાણી શાંતિગ્રામ મેડોસ ટાવર્સ, વૈષ્ણોદેવી
 • સ્પર્શ એરોન, વાસણા.
 • શ્યામ એલેગન્સ, ન્યુ શાહીબાગ.
 • સન સ્કાય પાર્ક, બોપલ
 • પર્લ 79, શીલજ
 • માલાબાર કાઉન્ટી 01, ચારોડી
 • મેપલ ટ્રી, થલતેજ
 • અભિલાષા, નવા નરોડા
 • ખોડિયાર ઉપવન, બોપલ
 • ઠાકરસી ચેરીટેબલ હોસ્પિટલ
 • અવધ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ
 • સંઘવી હોસ્પિટલ
 • માઉન્ટ કાર્મેલ સ્કૂલ, ખાનપુર
 • મેકડોનાલ્ડ્સ હિમાલયા મોલ, ડ્રાઈવ-ઈન રોડ
 • મેકડોનાલ્ડ્સ યશ પિનાકલ, વિજય ક્રોસરોડ
 • મેકડોનાલ્ડ્સ સફલ પેગાસસ, 100 ફૂટ રોડ

જુલાઈ 2021માં NOC રિન્યૂ કરાવવુ પડશે તે 123 બિલ્ડિંગની યાદી