અમદાવાદ:કેમિકલયુક્ત પાણી છોડતા એકમો શોધવા AMC કાર્યવાહી કરશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુરુવારે મળેલી મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કેમિકલયુક્ત પાણી છોડતા એકમોને શોધવા સઘન કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, પૂર્વ ઝોનમાં કેમિકલયુક્ત પાણી જીઆઇડીસીમાંથી છોડવામાં આવે છે,જેથી જીઆઇડીસી સાથે સંકલન કરી ગંદુ પાણી છોડતા એકમો સામે કાર્યવાહી કરવા આયોજન કરવામાં આવશે. શહેરના નાગરિકોને કેમિકલવાળા પાણીને કારણે હાલાકી ન ભોગવવી પડી રહી છે.

બીજી તરફ કમિશનર દ્વારા એવી ખાતરી આપવામાં આવી હતી કે, મ્યુનિ. દ્વારા પ્રદુષણ નિયંત્રણ બોર્ડના સંકલનમાં બનાવવામાં આવેલી કેટલીક ટીમની કામગીરી આગામી દિવસો દરમિયાન વધુ સઘન બનાવવામાં આવશે, જેથી ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલવાળું પાણી નદીમાં ન છોડવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...