દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અને સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત તા.13 થી 15 ઓગસ્ટ 2022 દરમ્યાન ઘરે ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વોર્ડ ઓફિસ, તમામ સિટી સિવીક સેન્ટરો, ફાયર સ્ટેશન, સ્વિમીંગ પુલ, પ્રાથમિક શાળા તથા હાલમાં નક્કી કરેલા કેન્દ્રો પરથી રાષ્ટ્રધ્વજ અને સ્ટીકનું વેચાણ કરવામા આવશે. જ્યાં રાષ્ટ્રધ્વજનું રૂ. 21 અને સ્ટીક સાથે રૂ. 30માં વેચાણ કરવામાં આવશે. બે દિવસમાં આ તમામ જગ્યાઓ ઉપરથી લોકો રાષ્ટ્રધ્વજની ખરીદી કરી શકશે.
લોકો રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં સહભાગી બને તેવી AMCની અપીલ
તમામ શહેરીજનો સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન 'હર ઘર તિરંગા' અભિયાનમાં ઘરે ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં સહભાગી બને એવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપીલ કરવામાં આવે છે. વધુમાં જો કોઈ સંસ્થા કે રાષ્ટ્રપ્રેમીઓને જથ્થામાં રાષ્ટ્રધ્વજની જરૂરિયાત હોય તો તેઓ આસિસ્ટન્ટ સિટી ઈજનેર (સેન્ટ્રલ સ્ટોર્સ) આરતી જાની તથા સેન્ટ્રલ સ્ટોર્સ સુપ્રીટેન્ડન્ટ વિજય મિસ્ત્રીનો સંપર્ક કરી મેળવી શકશે.
આ સ્થળોએથી રાષ્ટ્રધ્વજની ખરીદી કરી શકાશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.