બાકી નીકળતી રકમ:પાણી માટે AMC રાજ્ય સરકારને 7 કરોડ ચૂકવશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મ્યુનિ.એ 2010 પહેલાનાં સાબરમતીમાંથી ફ્રેન્ચવેલ મારફતે લીધેલા પાણીની બાકી નીકળતી રકમ પરના વ્યાજ અને પેનલ્ટી સહિતની રૂ. 240.85 કરોડની રકમમાંથી જો મ્યુનિ. હાલ રૂ. 7 કરોડ ચૂકવે તો મ્યુનિ. બાકીની રકમ રાજ્ય સરકાર માફ કરશે. આ દરખાસ્તને મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે.

સાબરમતી નદીના પટમાં આવેલા ફ્રેન્ચવેલ મારફતે પાણી લેવામાં આવે છે. 2010પહેલા આ પ્રકારે પાણી ખેંચવામાં કેટલીક વિસંગતી હોવાને કારણે મ્યુનિ.એ કેટલાક નાણાં ભર્યા ન હતા. જે પેટે મ્યુનિ.એ વ્યાજ અને પેનલ્ટી ચઢાવી હતી. જે સાથે મ્યુનિ.એ 240.85 કરોડની રકમ ચૂકવવાની થતી હતી. જોકે રાજ્ય સરકારે તાજેતરમાં જ આ રકમમાં વન ટાઇમ સેટલમેન્ટની સ્કીમ આપી છે.

અન્ય સમાચારો પણ છે...