• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • AMC Will Make Representations To State Government Regarding Rule Of Levying Interest And Penalty From Them In Case Of Vehicle Tax Arrears In Ahmedabad.

રેવન્યૂ કમિટીનો નિર્ણય:અમદાવાદમાં વ્હીકલ ટેક્સ બાકી હોય તો તેમની પાસેથી વ્યાજ અને પેનલ્ટી વસૂલવા નિયમ અંગે રાજ્ય સરકારને AMC રજૂઆત કરશે

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સાદા વ્યાજ સાથે વાહનવેરો વસૂલ કરવાની ભલામણ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગને કરાશે
  • AMC સુભાષબ્રિજ RTO તથા વસ્ત્રાલ RTO રજિસ્ટ્રેશન થયેલા વાહનોની માગશે
  • અમદાવાદમાં રજિસ્ટ્રેશન થયેલા વાહનોનું તેમના માલિકો પાસે વ્હીકલ ટેક્સ માટે નોટીસ અપાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની રેવન્યૂ કમિટીની બેઠક મળી હતી. બેઠકમાં વ્હીકલ ટેક્સ મામલે ચર્ચા થઈ હતી. જેમાં વ્હીકલ ટેક્સમાં વ્યાજ અને પેનલ્ટી લેવાનો કોઈ નિયમ નથી. જેથી આજે મળેલી કમિટીમાં નક્કી કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારને રજૂઆત કરીશું કે જે લોકો વ્હીકલ ટેક્સ નથી ભરતા તેઓની પાસેથી 18 ટકા વ્યાજ લેવામાં આવે. રેવન્યૂ કમિટિના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે હાલમાં વ્હીકલ ટેક્સમાં કેટલાક લોકો ટેક્સ ન ભરે તો તેમની સામે પેનલ્ટી કે વ્યાજનો નિયમ ન હોવાથી વ્યાજ લેવા માટે સરકારને રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે.

RTO પાસેથી માહિતી મેળવી વ્હીકલ ટેક્સ વસૂલાશે
અમદાવાદની સુભાષબ્રિજ RTO તથા વસ્ત્રાલ RTO રજિસ્ટ્રેશન થયેલા વાહનોની માહિતી કોર્પોરેશન દ્વારા મંગાવવામાં આવે છે. વ્હીકલટેક્સ ખાતામાં આવેલી માહિતીની દરેક વાહનોના ડેટા સાથે ચકાસણી કરવામાં આવે છે. ચકાસણી પૂર્ણ થયા બાદ જે વાહનમાલિક દ્વારા વ્હીકલટેક્સ ભરવામાં આવેલા ન હોય તે દરેક વાહનમાલિકને વ્હીકલટેક્સ ખાતા દ્વારા નોટીસ આપી વ્હીકલટેક્સ વસૂલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

ટેક્સ ન ભરનાર વાહનમાલિક પાસે વ્યાજ વસૂલવાની હાલ જોગવાઈ નથી
GPMC એક્ટમાં બાકી વાહનવેરો હોઈ તો વાહનમાલિક પાસેથી વ્યાજ સાથે વસૂલવાની કોઈ જોગવાઈ નથી. હાલમાં વ્હીકલ ટેક્સ ખાતામાં વાહનમાલિક અગાઉ ખરીદવામાં આવેલા વાહનોનો વાહનવેરો ભરે તો તેની પાસેથી કોઈ પેનલ્ટી કે વ્યાજ વાહનવેરા સાથે લેવામાં આવતું નથી. વ્હીકલ ટેક્સ ખાતામાં વાહન માલિક સમયમર્યાદામાં વાહનનો વાહનવેરો ન ભરે તો તેઓ પાસેથી બાકી વાહનવેરો 18 ટકા સાદા વ્યાજે વસૂલ કરવાથી વાહનવેરાની આવકમાં વધારો થશે. તેમજ વાહનમાલિક સમયસર વાહનવેરો ભરે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાહનવેરા ખાતામાં જે વાહનમાલિક સમયમર્યાદામાં વાહનવેરો ન ભરે તો જી.પી.એમ.સી એક્ટમાં જરૂરી ફેરફાર કરી સંબંધિત વિભાગને સૂચના આપી 18 ટકા સાદા વ્યાજ સાથે વાહનવેરો વસૂલ કરવા અંગેની ભલામણ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગને કરવામાં આવશે.

મિલકત વેરામાં સાદા વ્યાજ સાથે પ્રોપર્ટી ટેક્સ વસૂલાય છે
પ્રોપર્ટી ટેક્સમાં સમયમર્યાદામાં કરદાતા મિલકત વેરો ન ભરે તો જે તે રકમ પર 18 ટકા સાદા વ્યાજે પ્રોપર્ટી ટેક્સ વસૂલવાની જોગવાઈ છે. જયારે ગુજરાત રાજ્ય વ્યવસાય વ્યાપાર ધંધા અને રોજગાર વેરા અધિનિયમ 1976 કલમ નં. 9 અનુસાર ન ભરાયેલા હોય તે મુદત માટે દરેક મહિના અથવા તેના ભાગ માટે લેણા થતાં વેરાની રકમના દોઢ ટકાના સાદા વ્યાજે વ્યવસાય વેરો ભરવાની જોગવાઈ છે.