તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પ્રોફેશનલ ટેક્સ નહીં ભરનારા 1.37 લાખ એકમને AMC નોટિસ આપશે; આવકમાં વર્ષે 25થી 30 કરોડનો વધારો થવાની શક્યતા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શહેરમાં જ્યાં 5. 25 લાખ કોમર્શિયલ પ્રોપર્ટી છે ત્યારે તેની સામે શહેરમાં પ્રોફેશનલ કરદાતામાં માત્ર 3.25 લાખ નોંધાયેલા કરદાતા છે. એટલે કે શહેરમાં 2 લાખ કોમર્શિયલ પ્રોપર્ટી એવી છે જેઓ પ્રોફેશનલ કરદાતા તરીકે નોંધણી ધરાવતા નથી. જો આવા કરદાતાઓને પણ આવરી લેવામાં આવે તો મ્યુનિ.ની આવકમાં વર્ષે રૂ. 25 થી 30 કરોડનો વધારો થવાની શક્યતા ધ્યાને લેતાં મ્યુનિ. હવે 1.37 લાખ કરતાં વધારે એકમોને કારણદર્શક નોટિસ પાઠવશે.

શહેરમાં જેે કોમર્શિયલ એકમો એવા છે જે હાલ પ્રોફેશનલ એક્ટ હેઠળ પી.ઇ. સી.ની નોંધણી કરાવી નથી. ત્યારે તેવા એકમોને મ્યુનિ. દ્વારા નોટિસ પાઠવવામાં આવશે. અમદાવાદ મ્યુનિ.ની આવક વધે અને પ્રોફેશનલ ટેક્સની ચોરી અટકે તે માટે રેવન્યુ કમિટિના ચેરમેન જૈનિક વકીલ સમક્ષ થયેલી રજૂઆતને ધ્યાને લઇ પ્રયાસો પ્રથમ વખત આવો અભિગમ અપનાવાયો છે. જો નાગરિકો સ્વેચ્છાએ તેમની નોંધણી પ્રોફેશનલ ટેક્સ હેઠળ કરાવવા ઇચ્છતાં હોય તો તેમને છેલ્લા 3 વર્ષના ટેક્સની રકમ લઇને નોંધણી કરી આપવામાં આવશે. તે માટે કેટલીક સંસ્થાઓની પણ મદદ લેવામાં આવશે.

6 કરોડથી શરૂ થયેલી પ્રોફેશનલ ટેક્સની આવક 171 કરોડે પહોંચી
મ્યુનિ. ને 2008માં પ્રોફેશનલ ટેક્સ લેવાની સત્તા મળી હતી. ત્યારથી તેમાં સતત વધારો થઇ રહ્યો છે. 2008ના પ્રથમ વર્ષે મ્યુનિ.ને પ્રોફેશનલ ટેક્સ પેટે જ રૂ. 6 કરોડની આવક થઇ હતી. જોકે બાદ મ્યુનિ. ટેક્સ વિભાગ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવતાં ગત 2020-21ના બજેટ વર્ષમાં મ્યુનિ.ની પ્રોફેશનલ ટેક્સની આવક રૂ. 171. 63 કરોડે પહોંચી હતી. જ્યારે ચાલુ વર્ષે પણ પ્રોફેશનલ ટેક્સની આવક રૂ. 73 કરોડને પાર થઇ ગઇ છે.

કેટલો ટેક્સ ચૂકવવો પડે

  • 2500 કંપની પ્રકારનું એકમ
  • 2000 વ્યવસાયી
અન્ય સમાચારો પણ છે...