ACBની ટ્રેપ:કઠવાડામાં 6 હજારની લાંચ લેતા AMCના વોર્ડ સબ ઈન્સ્પેક્ટર રંગે હાથ ઝડપાયા, અટકાયત

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
વોર્ડ સબ ઈન્સ્પેક્ટરને રૂ. 6 હજાર સ્વીકારતા એસીબીએ ઝડપી પાડ્યા - Divya Bhaskar
વોર્ડ સબ ઈન્સ્પેક્ટરને રૂ. 6 હજાર સ્વીકારતા એસીબીએ ઝડપી પાડ્યા
  • સફલ એસ્ટેટના 78 શેડનો કચરો એક કોમન શેડમાં નાખવામાં આવે છે

શહેરના સફલ એસ્ટેટ કઠવાડા ખાતે ભાડાના શેડ ધરાવતાં એક નાગરિકે કચરો ઉપાડવા માટે વોર્ડ ઈન્સ્પેક્ટરે લાંચ માગતા લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કર્યો હતો. જેને પગલે એસીબીએ છટકું ગોઠવીને કઠવાડાના સફલ એસ્ટેટના 10 નંબરના પ્લોટ ખાતે અમદાવાદ શહેર એસીબીની ટીમે ગોઠવેલા છટકામાં વોર્ડ સબ ઈન્સ્પેક્ટર રૂ. 6 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા.

વોર્ડ ઈન્સ્પેક્ટરે 6500ની લાંચ માગી હતી
મળતી માહિતી અનુસાર કઠવાડામાં આવેલી સફલ એસ્ટેટના 78 શેડનો કચરો એક કોમન શેડમાં નાખવામાં આવે છે. જેને ઉપાડવા માટે ભાડાના શેડમાં એલિવેટર કંટ્રોલ પેનલ બનાવવાનો વ્યવસાય કરતા શખસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિકોલ-કઠવાડા વોર્ડના વોર્ડ સબ ઈન્સ્પેક્ટર અજય વાઘેલાનો સંપર્ક કર્યો હતો. પંરતુ કચરો ઉપાડવા માટે વોર્ડ સબ ઈન્સ્પેક્ટરે રૂ.6500ની લાંચ માગી હતી. પરંતુ લાંચ ન આપવા માગતા વ્યવસાયીએ એસીબીનો સંપર્ક કર્યો હતો.

વોર્ડ સબ ઈન્સ્પેક્ટરની અટકાયત
અમદાવાદ શહેર એસીબીના પીઆઈ કે.પી.તરેટીયાએ એ.સી.બી. અમદાવાદ એકમના મદદનીશ નિયામક કે.બી.ચુડાસમાના સુપરવિઝનમાં કઠવાડા ટ્રેપ કરી હતી. જેમાં લાંચની રકમ લેતા વોર્ડ સબ ઈન્સ્પેક્ટરને ઝડપી પાડ્યા હતા. અમદાવાદ એ.સી.બી.એ વોર્ડ સબ ઈન્સ્પેક્ટરને ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.