તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • AMC Ward Inspector Arranges And Gives Flat To Assistant Municipal Commissioner In Chandkheda, Alleges Congress Corporator Rajshri Kesari At General Meeting

સામાન્ય સભામાં આક્ષેપ:AMCના વોર્ડ ઈન્સ્પેક્ટરે ગોઠવણ કરી ચાંદખેડામાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને ફ્લેટ અપાવ્યો, સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીનો આક્ષેપ

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચાંદખેડાના કાઉન્સિલર રાજશ્રી કેસરીની ફાઈલ તસવીર - Divya Bhaskar
ચાંદખેડાના કાઉન્સિલર રાજશ્રી કેસરીની ફાઈલ તસવીર
  • પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીએ બદલી કરી હોવા છતાં વોર્ડ ઈન્સ્પેકટર ચાર્જ નહોતા છોડતા
  • આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કિરણ વનાલિયા વોર્ડ ઈન્સ્પેકટર ઉપેન્દ્ર ઠાકોરને બચાવતાં હોવાનો આક્ષેપ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના ચાંદખેડાના કાઉન્સિલર રાજશ્રીબેન કેસરીએ પશ્ચિમ ઝોનના સાબરમતી અને ચાંદખેડા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કિરણ વનાલિયા સામે આક્ષેપ કર્યા હતા. કેસરી કહ્યું હતું કે, વોર્ડ ઈન્સ્પેક્ટરના કહેવાથી બિલ્ડરે ચાંદખેડા વિસ્તારમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને ફ્લેટ આપ્યો છે.

વોર્ડ ઈન્સ્પેક્ટરની બદલી છતાં વોર્ડ ન છોડ્યો
કેસરીએ કહ્યું કે, પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારી ચૈતન્ય શાહે જુલાઈ મહિનામાં વોર્ડ ઈન્સ્પેક્ટરોની આંતરિક બદલીના ઓર્ડર કર્યા હતા. જેમાં ઉપેન્દ્ર ઠાકોર નામના વોર્ડ ઈન્સ્પેક્ટરની બદલી વાસણા વોર્ડમાં થઈ હોવા છતાં તેઓએ ચાંદખેડામાંથી ચાર્જ છોડ્યો નથી. જેના કારણે અધિકારી ગેરકાયદેસર બાંધકામની નોટિસ ફટકારી શકતા નથી. ચાંદખેડા વોર્ડમાં આ કારણે એક મહિનાથી નોટિસ ફટકારવામાં આવી નથી. રાજશ્રી કેસરીએ સીધો આક્ષેપ કરતા કહ્યું હતું કે, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વોર્ડ ઈન્સ્પેક્ટરને બચાવી રહ્યા છે. વોર્ડ ઈન્સ્પેક્ટરના કહેવાથી બિલ્ડરે ચાંદખેડા વિસ્તારમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને ફ્લેટ આપ્યો છે જેથી તેઓ ઉપેન્દ્ર ઠાકોરને બચાવી અને ત્યાંથી વાસણા ઓર્ડર કર્યો નથી.

વિજિલન્સ તપાસની માગ કરી
આ મામલે દંડક અને ચાંદખેડાના જ કાઉન્સિલર અરૂણસિંહ રાજપૂતે જવાબ આપ્યો હતો કે, આજે સવારે જ તેમનો વાસણા ખાતે બદલીનો ઓર્ડર થયો છે ત્યારે રાજશ્રી કેસરીએ સામે વળતો જવાબ આપ્યો હતો કે, મેં આ બાબત બોર્ડમાં લાવવાનું તેઓને કહ્યું હતું અને આજે મારા પર ચાર ફોન આવ્યા છે. સવારથી એટલે આ ઓર્ડર થયો છે, જે બાદ દંડક બેસી ગયા હતા. રાજશ્રી કેસરીએ એક મામલે અધિકારીની વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને બિલ્ડરે એક ફ્લેટ અપાવ્યો છે તે બાબતે જાહેર કરવામાં આવે તેની પણ માગ કરી છે.

કાઉન્સિલરની ફરિયાદ, હોસ્પિટલના અધિકારીઓ ફોન નથી ઉપાડતા
ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના કાઉન્સિલર ઈકબાલ શેખે શહેરમાં વધતા જતા રોગચાળાને લઈ સવાલો ઊભા કરી જણાવ્યું હતું કે, શહેરમાં તમામ હોસ્પિટલમાં રોગચાળો વધે છે. દવા અને બેડ વધારે કરવાની જાહેરાત ચેરમેને કહ્યું હતું. પરંતુ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ અને અધિકારીઓ ફોન નથી ઉપાડતા તે ખૂબ જ દુઃખની બાબત છે. ટેલિફોન ઓપરેટર પાસે ક્યાં ડોક્ટર હોસ્પિટલમાં ક્યાં વોર્ડમાં છે તેની કોઈ માહિતી હોતી નથી. કમિશનરને વિનંતી કે સર્ક્યુલર કરવામાં આવે. શારદાબેન હોસ્પિટલમાં માત્ર 11 બેડ ICU છે. જેમાં માત્ર 7 બેડ છે અને 4 રિપેરિંગ કરવાના છે તેવી હાલત હોવાનું જણાવ્યું હતું. જો કે મેયરે આ મામલે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં ICU બેડો વધારવામાં આવ્યા છે.

એસ્ટેટ વિભાગ આસ્થા જોડાયેલી હોય ત્યાં બાંધકામ તોડે છે
આ ઉપરાંત થોડાં દિવસ પહેલાં ગોમતીપુર વોર્ડમાં આવેલા મણકીવાલા આશ્રમમાં આવેલા જૂના મહાદેવજીના મંદિર પરિસરના કેટલાંક ભાગને કોર્પોરેશનના રિઝર્વ પ્લોટના નામે એસ્ટેટ વિભાગે તોડી છે. તેમાં રામરોટીની જગ્યા પણ તોડી સાથે સાથે રૂ. 60000 પેનલ્ટી લેવામાં આવી હતી. શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામોના રાફડા છે, ત્યાં એસ્ટેટ વિભાગ જતું નથી અને લોકોની આસ્થા જેની સાથે જોડાયેલી છે ત્યાં બાંધકામ તોડે છે. જેથી તેને કોર્પોરેશનના ખર્ચે રિપેરિંગ કરી અને પેનલ્ટી પરત કરવામાં આવે.