• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • AMC Vaccination In Kaligam, Vaccine Recipients Given 1 Liter Edible Oil Pouches, Tomorrow 25 Lucky People Will Get Phones Up To Rs 10,000

વેક્સિન લો ઈનામ જીતો:કાળીગામમાં AMCનું વેક્સિનેશન, વેક્સિન લેનારને 1 લીટર ખાદ્યતેલના પાઉચ અપાયા, આવતીકાલે 25 લકી લોકોને રૂ.10 હજાર સુધીના ફોન મળશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • આ યોજના હેઠળ હવે ગરીબોને વેક્સિન આપવા વધુ 20000 પાઉચ આજે આપવામાં આવશે

અમદાવાદના ગરીબ અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વેક્સિનેશન થાય તેના માટે હવે ગરીબોને લાલચ આપી અને વેક્સિન આપવાની યોજના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા NGO સાથે મળીને કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે અમદાવાદના વિવિધ વિસ્તારમાં વેક્સિન લેનાર લોકોમાંથી 25 લોકોને લકી ડ્રો મારફતે રૂ.10000ની કિંમત સુધીનો મોબાઈલ ફોન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે. આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ઇન્ચાર્જ ઓફિસર ડો. ભાવિન સોલંકી અને તેમની ટીમે રાણીપ વોર્ડમાં આવતા કાળીગામના છારાનગર વિસ્તારમાં વેક્સિનેશન કેમ્પ કર્યો હતો. જેમાં તેઓને વેક્સિન આપવામાં આવી હતી. વેક્સિન લેનારને એક લીટર ખાદ્ય તેલનું પાઉચ પણ ભેટના નામે આપવામાં આવ્યા હતા.

એક દિવસમાં એક લીટર ખાદ્યતેલના 10,000 પાઉચની વહેચણી કરવામાં આવી છે
એક દિવસમાં એક લીટર ખાદ્યતેલના 10,000 પાઉચની વહેચણી કરવામાં આવી છે

NGO દ્વારા વેક્સિનેશન વધારવા ઈનામો શરૂ કરાયા
મ્યુનિસિપલ કોર્પોરેશને NGO સાથે મળી સલ્મ વિસ્તારમાં વેક્સિનેશન વધારવા ભેટના નામે એક લીટર ખાદ્યતેલ આપવાનું નક્કી કર્યું હતું. જેમાં આજે શનિવારે એક દિવસમાં એક લીટર ખાદ્યતેલના 10,000 પાઉચની વહેચણી કરવામાં આવી છે. આ યોજના સફળ રહી હોવાથી હવે ગરીબોને વેક્સિન આપવા વધુ 20000 પાઉચ આજે આપવામાં આવશે તેવી જાહેરાત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. ઉપરાંત આજે વેક્સિન લેનારનો આવતીકાલે ડ્રો કરવામાં આવશે જેમાં 25 લોકોને તેઓ મોબાઈલ ફોન ભેટમાં આપશે.

આજે વેક્સિન લેનારનો આવતીકાલે ડ્રો કરવામાં આવશે જેમાં 25 લોકોને તેઓ મોબાઈલ ફોન ભેટમાં આપશે
આજે વેક્સિન લેનારનો આવતીકાલે ડ્રો કરવામાં આવશે જેમાં 25 લોકોને તેઓ મોબાઈલ ફોન ભેટમાં આપશે

આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેક્સિનેશન મહાઅભિયાન અંતર્ગત તમામ સેશન સાઈટ ખાતે કુલ 38,975( પ્રથમ ડોઝ-15,573 અને બીજો ડોઝ-23,402) જેટલા લોકોએ વેક્સિન મુકાવી હતી. વેક્સિનેશન અભિયાન દ્વારા 17 સપ્ટેબરથી બીઆરટીએસ તેમજ એએમટીએસ બસ સ્ટેંડ પર 50થી વધુ ટીમ દ્વારા દૈનિક મુસાફરી કરતા નાગરિકોને રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. 21 કોમ્યુનિટી હોલ ખાતે રાત્રે 11 વાગ્યા સુધી વેક્સિનેશનની કામગીરી ચાલે છે. BRTS અને AMTS બસ સ્ટેન્ડ પર કુલ 393 લોકોને પ્રથમ ડોઝ જ્યારે 479 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

વેક્સિનેશન વધારવા ભેટના નામે એક લીટર ખાદ્યતેલ આપવાનું નક્કી કર્યું
વેક્સિનેશન વધારવા ભેટના નામે એક લીટર ખાદ્યતેલ આપવાનું નક્કી કર્યું
ગરીબોને વેક્સિન આપવા વધુ 20000 પાઉચ આજે આપવામાં આવશે
ગરીબોને વેક્સિન આપવા વધુ 20000 પાઉચ આજે આપવામાં આવશે
અન્ય સમાચારો પણ છે...