કોંગ્રેસનો આક્ષેપ:અમદાવાદમાં લોકોને 24 કલાક પાણી પૂરું પાડવાની વાતો વચ્ચે AMC 30 બોર બનાવવા પાછળ રૂ.15 કરોડનો ખર્ચ કરશે: વિપક્ષ

અમદાવાદ19 દિવસ પહેલા
  • મ્યુનિ.કોર્પોરેશનના વાર્ષિક બજેટમાં 100 ટકા વોટ૨ નેટવર્ક સ્થાપવાની વાત કરવામા આવી હતી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે છે અને પૂરતા પ્રેશરથી લોકોને પાણી મળી રહે છે શિવા દાવાઓની વચ્ચે વિપક્ષના નેતા શેહઝાદખાન પઠાણે આક્ષેપ કરતાં જણાવ્યું છે કે શહેરના અનેક વિસ્તારોમાં પુરતા પ્રેશરથી પાણી મળી શકતુ નથી. જેથી કોર્પોરેશન દ્વારા જે તે વિસ્તારોમાં પાણી પુરૂ પાડવા માટે પાણીના 1000 ફુટના બોર બનાવવામાં આવી રહ્યા છે. પ્રત્યેક બોરના રૂ.50 લાખ લેખે 30 બોર બનાવવામા આવી રહયા છે. જેમા કુલ 15 કરોડનો બોજો કોર્પોરેશન પર પડે છે. અમદાવાદ શહેરને 1500 MLD પાણી પુરવઠો સપ્લાય થાય છે. જે અમદાવાદ ની વસ્તી માટે પુરતો છે પરંતુ અધિકારીઓની નિષ્ફળતાને કારણે અને પુરતા વોટ૨ નેટવર્ક ન હોવાના કારણે કેટલાય વિસ્તારોમાં પાણીની સમસ્યા યથાવત છે. કોંગ્રેસ પક્ષની માંગ છે કે ખુબ જ ખર્ચાળ અને સમય માંગી લેતા આવા બોર બનાવવાની જગ્યાએ આટલા જ ખર્ચે પાણીનું જે તે વિસ્તાર કે જ્યાં સમસ્યા હોય ત્યા વોટ૨ નેટવર્ક નાખી શકાય અને પ્રજા ને કાયમી ઉકેલ આપી શકાય.

વધુમાં તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સત્તાધારી ભાજપ પક્ષ દ્વારા આ વર્ષે મંજુર કરવામા આવેલ મ્યુનિ.કોર્પોરેશનના વાર્ષિક બજેટમાં 100 ટકા વોટ૨ નેટવર્ક સ્થાપવાની વાત કરવામા આવી હતી. અગાઉના વર્ષોમાં પણ અમદાવાદ શહે૨ને 24 કલાક પાણી આપવાની પણ જાહેરાત કરાઇ હતી, પરંતુ તેમના દાવા પોકળ સાબિત થયા છે. આ બોર બનાવવા માટે માત્ર 3 જ કોન્ટ્રાક્ટ૨ છે જેમાં જયવિજય કન્સટ્રકશન, નિલયકર્ણ અને નીલકંઠ આ ત્રણે કોન્ટ્રાક્ટરો દ્વારા સમયસર બોર બનાવવામાં આવે તો પણ પ્રત્યેક બોર બનાવતા 1 મહિના લેખે 30 બોર બનાવતા 10 મહિના થાય તો ત્યાં સુધી લોકોને પાણીની સમસ્યા ભોગવવી પડશે.

અન્ય સમાચારો પણ છે...