આયોજન:AMC દ્વારા હજ યાત્રાએ જનારા યાત્રાળુઓને વિનામૂલ્યે ઓરલ પોલિયો, ઈન્ફ્લુએન્ઝા સહિતની રસી અપાશે

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
હજયાત્રાળુઓની ફાઈલ તસવીર - Divya Bhaskar
હજયાત્રાળુઓની ફાઈલ તસવીર
  • દર સોમવારથી શુક્રવારે દાણાપીઠ ખાતે મ્યુનિસિપલ કમ્પાઉન્ડ દવાખાનામાં રસી અપાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષની જેમ ચાલુ વર્ષ 2022 દરમ્યાન ગુજરાત રાજ્ય તથા અમદાવાદ શહેરમાંથી ઘણા યાત્રાળુઓ હજ માટે સાઉદી અરેબિયા જવાના છે. આ હજ યાત્રા એ જનારા તમામ યાત્રાળુઓને સરકારની ગાઈડ લાઈન મુજબ જરૂરી રસીઓ આપવાની થાય છે.

હજ કમિટી ઓફ ઈન્ડીયા દ્વારા બહાર પાડેલી વર્ષ 2022ની હજ માટેની ગાઈડલાઈન પ્રમાણે રસીકરણ માટે જણાવેલ જોગવાઈ મુજબ પસંદ થયેલા દરેક હજ યાત્રીઓને મેનીન્ઝાઈટીસ અને ઓરલ પોલિયોની રસી લેવાની ફરજીયાત હોય છે અને સીઝનલ ઈન્ફલુએન્ઝાની ૨સી નક્કી કરેલ ગાઈડલાઈન મુજબ અમુક યાત્રીઓને આપવામાં આવે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા આ રસીઓ વિના મૂલ્યે આપવામાં આવશે. આ રસીઓ આપવાની કામગીરી દર સોમવારથી શુક્રવાર (જાહેર રજાઓ સિવાય) બપોરે 12 થી સાંજના 5 (રિસેસ 2થી 2.30) વાગ્યા દરમ્યાન મ્યુનિસિપલ કમ્પાઉન્ડ દવાખાનું, દાણાપીઠ ખાતે 13 જૂન 2022થી જાહેર રજાના દિવસો સિવાય કરવામાં આવશે. જેની દરેક હજ યાત્રીઓએ નોંધ લેવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...